________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮0
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું શરીર?” ખરેખર! ભગવાને જેવું વર્ણન કર્યું તેવું જ શરીર છે...' ભાવપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દીધી. શ્રેણિકે ખૂબ ખૂબ તિ-અનુમોદના કરી.
શ્રેણિકને સાધુ-સાધ્વી પર ખૂબ ભક્તિ-રાગ હતો. કેમ? જાણો છો? એને ભગવાન મહાવીર પર ખૂબ રાગ હતા! ભગવાન પર રાગ હતો, માટે ભગવાનના શાસનના સાધુ-સાધ્વી પર પણ રાગ હતો! શ્રાવક-શ્રાવિકા પર પણ સ્નેહવાત્સલ્ય હતું. શું તમને જિનેશ્વર ભગવાન પર રાગ છે ખરો? જો હોય તો ભગવાનના ચતુર્વિધ સંઘ પર પણ અવિહડ રાગ હોવો જોઈએ! છે અરે! તમારી તો વાત જ કરવા જેવી નથી! આચાર્ય પર રાગ, પણ આચાર્યના શિષ્યો પર વિરાગ ને? એ તમારો રાગ જ નથી. યા તો સ્વાર્થ છે, યા તો ઢોંગ છે! યા તો વ્યક્તિરાગ છે!
મારા પ્રભુના શાસનના સાધુ! મારા પ્રભુના શાસનની સાધ્વી! મારા પ્રભુના શાસનનાં શ્રાવક-શ્રાવિકા!” એમ ઉમળકો આવે છે?
સાધના-મગ્ન સાધુનું ધ્યાન ધરો. કાયોત્સર્ગમાં મગ્ન સાધુનું ધ્યાન ધરો. સ્વાધ્યાયમાં લીન સાધુનું ધ્યાન ધર. સાધુની શુશ્રુષામાં લીન સાધુનું ધ્યાન ઘરો, એમ ભિન્ન ભિન્ન આરાધનાઓમાં લીન સાધક-સાધુ પુરુષનું ધ્યાન ધરવું જોઈએ. એક સાધુ ૪ર દોષ ટાળીને ગોચરી લાવે તે પણ આરાધના છે. એક સાધુ બીજા સાધુની આરાધનામાં સહાયક બને એ પણ આરાધના છે. સાધુ પુરૂષનું ધ્યાન આ રીતે ધરવાનું.
હું ક્યાં સાધુપુરુષનું વિશેષ રૂપે ધ્યાન ધરું, એમ પૂછો છો? સિંહ અણગાર :
હું ધ્યાન ધરું છું સિંહ અણગારનું કોઈ વખત ધન્ના અણગારનું. સિંહ અણગાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય હતા. સિંહ અણગાર જંગલમાં જઈને ધ્યાન ધરતા હતા. મોટે ભાગે તપશ્ચર્યા કરતા. પારણાના દિવસે જ ગામમાં આવવાનું! સિંહ અણગાર ખરેખર સિંહ જેવા જ સત્વશીલ હતા. આ સાધનાની પૂર્વે ભગવાનના ચરણે રહીને ૧૧ અંગનું જ્ઞાન મેળવ્યું હતું. પરમાત્માની પરમકૃપાને પાત્ર બનેલા હતા. જ્ઞાન વગર સાધના ન થાય. ભગવત્કૃપા વિના સાધના ન થાય. જંગલમાં રહેતા હતા, છતાં કોઈ ચંચળતા નહીં!
એક વખત એવું બન્યું કે જ્યારે તેઓ ધ્યાન ધરતા હતા, ત્યારે બે-ચાર વટેમાર્ગ ત્યાંથી પસાર થયા. ગંભીર વાતો કરતા જતા હતા. વટેમાર્ગુઓ
For Private And Personal Use Only