________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૭૯ અહીંથી તે મહામુનિનાં દર્શન-વંદન માટે વૈભારગિરિ જઈશ, પછી મહેલે જઈશ.” જ્યારે વૈભારગિરિ પરથી ધન્ના અણગાર ઊતરતા, ત્યારે તેમના શરીરનાં હાડકાં ખખડતાં હતાં!
શ્રેણિકે ભગવાનને પૂછયું : “આપના ચૌદ હજાર શિપ્યોમાં નિરંતર ચઢતા વિશુદ્ધ અધ્યવસાયવાળા શ્રેષ્ઠ શિષ્ય કોણ છે?
ભગવાને કહ્યું “શ્રેણિક, સાંભળ, ચૌદ હજાર સાધુઓમાં નિરંતર ચઢતા અધ્યવસાયવાળા એક મુનિ છે.'
શ્રેણિકે પૂછ્યું : “કોણ ભગવંત?'
ભગવાને કહ્યું : “ધન્નો અણગાર! ચારિત્રની વિશુદ્ધિમાં આગળ અને આગળ વધી રહેલા છે.”
તે ધન્ના અણગાર છઠ્ઠના પારણે આયંબિલ કરતા હતા! આયંબિલ કેવું? અત્યારના તમારા આયંબિલખાતાના આયંબિલ જેવું નહીં! તે મુનિરાજના આહાર પર તો માખી પણ બેસવાનું પસંદ નહોતી કરતી તેવો આહાર લેતા! ખીચડી દાઝી ગઈ હોય, નીચે કોલસો બની ગઈ હોય. રોટલી દાઝી ગઈ હોય.... ધુમાડો લાગ્યો હોય, બે-ચાર દિવસની સુક્કી જેવી કડક હોય, વાંકીચૂકી બની ગઈ હોય... “આ રોટલી છે,' તે ઓળખાય પણ નહીં, લાકડા જેવી થઈ ગઈ હોય.... તેવી નીરસ ગોચરી વહોરતા આવા એ ધન્ના અણગાર હતા! મહામુનિનું ધ્યાન કરો :
સાધુપદના ધ્યાન માટે તમારી કલ્પનામાં આ મહામુનિને લાવો. વૈભારગિરિ પર ધ્યાનસ્થ દશામાં એ મહામુનિ ઊભા છે. ઘોર તપશ્ચર્યાથી શરીર કૃશ થઈ ગયું છે. બીજી બાજુ રાજગૃહીમાં, સમવસરણમાં શ્રમણ ભગવાન મહાવીર, મગધ સમ્રાટ શ્રેણિક સામે મહામુનિની પ્રશંસા કરે છે.... કલ્પનાથી આ દૃશ્ય જુઓ. જોઈને એકાગ્ર બનો. મહાવીર ભગવાન સમવસરણમાં બેઠા છે! શ્રેણિકના પ્રશ્નનો જવાબ છે. ધ્યાનમાં, ધન્ના અણગાર સાધનામાં મગ્ન બનેલા દેખાય, હાડકાના માળા જેવા દેખાય!
સમ્રાટ શ્રેણિક ત્યાં ગયા. વૈભારગિરિ પર મુનિને શોધે છે... ધન્ના અણગાર વૃક્ષોની ઘટા વચ્ચે ઊભા છે.... બાવળના રંગ જેવો તેમના શરીરનો રંગ થઈ ગયો છે.... શ્રેણિક પહેલાં તો ઓળખી શકતા નથી. તેમને તો મુનિનું શરીર વૃક્ષ જેવું લાગે છે... જ્યારે મુનિનાં દર્શન થયાં ત્યારે તેમને “આ તે ઝાડ કે
For Private And Personal Use Only