________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
શ્રી નવપદ પ્રવચન પશુમાતા અને માનવમાતા :
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે પ્રથમ ગુરૂ તે માતા. શું તમને માતા ગુરૂ મળી? માએ ગુરૂ બની તમને ઉચ્ચ સંસ્કારો દીધાં? તત્ત્વજ્ઞાનનું અમૃત પિવડાવ્યું? મારું તો દુર્ભાગ્ય કે ત્રણ વર્ષનો હતો અને મા ચાલી ગઈ! એટલે માતા તરફથી સંસ્કારો ન મળ્યા! પરંતુ માતાના દૂધમાં જરૂર સંસ્કાર મળ્યા હશે જ! માતા પોતાના દૂધની સાથે ત્યાગની ભાવના પિવડાવે! કાનમાં કહે કે બેટા ચારિત્ર લેવાનું હોં!' પશુમાતા પણ જન્મ તો આપે, દૂધ પણ પિવડાવે. નાનાં નાનાં ગલુડિયાને તેની મા દૂધ નથી પિવડાવતી? તેમને નથી ખવડાવતી? તો મનુષ્યમાતાની શી વિશેષતા? જો એ પોતાનાં સંતાનોને શીલ-સદાચાર, ત્યાગ-વૈરાગ્ય, વિનય-વિવેક, પરમાર્થ-પરોપકાર, ધીરતા-વીરતા આદિના સંસ્કાર ન આપે તો પશુમાતા અને માનવમાતા-એનામાં શું અંતર?
આધુનિક માતાએ તો પોતાના સંતાનને દૂધ પિવડાવવાનું પણ છોડી દીધું છે? બોટલનું દૂધ પિવડાવે છે! એ દૂધ કોનું હોય છે? જન્મતાંની સાથે જ ગાય કે બકરાંનું દૂધ પીનાર બાળક પશુ બનશે કે મનુષ્ય? માતામાં શા માટે દૂધ પેદા થાય છે?
દેશમાં જ્યાં સુધી માતા “ગુરૂ' બની રહેશે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ સચવાશે, માતા-ગુરૂ મટી કે સંસ્કૃતિ મરી! તમને ચિંતા થાય છે આ બાળકોની? અમારી આ પ્રજાને, પરમાત્માના શાસનની આ પ્રજાને જો આત્મજ્ઞાન નહિ મળે, તો એ પ્રજાનું શું થશે? મોક્ષમાર્ગનું જ્ઞાન નહિ મળે તો શું થશે!' આ ચિંતા થાય છે?
આત્મજ્ઞાની, મોક્ષમાર્ગના જ્ઞાની સ્ત્રી-પુરુષો સંઘમાં નહિ હોય તો સંઘની શી દશા? શું સંઘ એટલે માત્ર હાડકાંઓનો ઢગલો? અજ્ઞાની સ્ત્રી-પુરૂષોનો શંભુમેળો? સમ્યગ જ્ઞાન વિના વિનાશ:
માં ગુરુ નહિ! બાપ ગુરુ નહિ! પછી ધર્મગુરુઓ શું કરી શકે? બધું સંસ્કરણ ધર્મગુરુઓ ન કરી શકે. તમે તમારી જવાબદારી સમજો તો અમારું કાર્ય સરળ થાય. તમે તમારા કર્તવ્યથી વિમુખ થાઓ તે નહિ ચાલે.
સ્ત્રી રસોઈ ન કરે તો ઝગડો કરો કે નહિ? હા! બાળકને એની માતા સમ્યગુ જ્ઞાન ન દે તો ઝગડો કરો કે નહિ? ના!
For Private And Personal Use Only