________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
હૃદયકમલ મેં ધ્યાન ધરત હૈં
નહીં ખોલો; ત્યાં સુધી સાચું જ્ઞાન મળવાનું નથી અને જીવન સુધરવાનાં નથી. પાપોથી અળગા થવાના નથી.
તમારા કુટુંબનાં બાળકો સંસ્કારી છે? જ્ઞાની છે? સુવ્યવસ્થિત જીવન જીવે છે? નહીં ને? તમે માબાપ જ બેદરકાર careless બની ગયા છો! સારાં કપડાં; સારૂં ભોજન, સારૂં મકાન વગેરે માટે તમે ધ્યાન આપો છો પણ સમ્યગ્ જ્ઞાન મળે તેનું ધ્યાન રાખો છો? જરાય નહીં, બાળકોને જો સભ્યજ્ઞાન આપવામાં નહિ આવે તો તેમનું જીવન બરબાદ થઈ જશે. અસંખ્ય પાપોથી જીવન ભરાઈ જશે. આ ભવ ને પરભવ બગડી જશે.
મયણા દિવ્યકૃપાનું પાત્ર કેવી રીતે બની?
મયણા ઉપર દેવગુરૂની કૃપા ઊતરી હતી. તે તેની યોગ્યતા હતી. જે યોગ્યતા પ્રાપ્ત કરે છે, તે પાત્ર બની જાય છે. યોગ્યતા જ્ઞાન વગર, સમજણ વગર આવતી નથી.
મયણા ભગવાનની કૃપાપાત્ર અને નિર્પ્રન્થ આચાર્યદેવની કૃપાપાત્ર બની ગઈ હતી ને? પરમાત્માની કૃપાપાત્ર ન બની હોત તો માળા અને બીજોડું ઊછળીને તેમની પાસે આવત ખરાં?
ગુરૂમહારાજની કૃપાપાત્ર ન બની હોત તો ગુરૂમહારાજ સિદ્ધચક્રની આરાધના તેને બતાવત ખરા? માટે દેવગુરૂની કૃપાના પાત્ર બનવા માટે યોગ્યતા બનાવો, તે માટે જે જીવન પરિવર્તન કરવું પડે તે કો, પરંતુ મનુષ્ય પોતાના જીવનમાં સત્ પરિવર્તન કરવા માટે કમજોર બની ગયો છે.
જીવનપરિવર્તન કરવું નથી :
અન્યાય.... અનીતિ કરીને લાખો રૂપિયા તમે કમાયા હો, ને તમને કહેવામાં આવે કે ૨૫ હજાર ધર્મમાર્ગે ખર્ચો, તો હજુ કદાચ ખર્ચ કરી દો. પણ એમ કહેવામાં આવે કે ‘હવેથી અન્યાય, અનીતિથી ધન કમાવાનું બંધ કરો....’ તો તમે માનો ખરા? ન માનો ને? કારણ? તેમાં પરિવર્તન કરવું પડે! તે તમને કઠિન લાગે છે!
એક દિવસ ‘પૌષધ' કરવાનું દબાણ કરીએ તો કરી દો, પણ ‘એક દિવસ ગુસ્સો ન ક૨વો, જૂઠું ન બોલવું,’ એમ કહું તો? ‘હેં...’ કરોને? પૌષધ કરશે, પણ ગુસ્સો કરવાનું નહિ છોડે! જ્યાં આંતરિક-જીવનનું પરિવર્તન કરવાની વાત આવે છે ત્યાં પીછેહઠ કરો છો; કારણ કે જ્ઞાન નથી.... તત્ત્વની સાચી સમજણ નથી.
For Private And Personal Use Only