________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
શ્રી નવપદ પ્રવચન ઓછો ને પાપ વધારે કરનારને મનુષ્યજીવન મળે! પરંતુ એક મિનિટ ધર્મ અને પ૯ મિનિટ પાપ, ૧ મહિનો ધર્મ અને ૬૦ મહિના પાપા ૧ વર્ષ ધર્મ ને ૬૦ વર્ષ પાપ કરનારને તિર્યંચ યોનિમાં જન્મ મળે! જ્યાં અતિ અલ્પ સમય સુખ અને ખૂબ વધુ સમય દુઃખ.
પશુ-પક્ષીના જીવનમાં આપણે જોઈએ છીએ કે તેઓને સુખ કેટલું અલ્પ હોય છે અને દુ:ખ કેટલું ભયંકર હોય છે! જીવનમાં સદૈવ ઘોર પાપ! જેણે હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર ઇત્યાદિ પાપો જ કર્યા હોય તે મરે તો નરક ગતિમાં જાય. જ્યાં નિરંતર દુઃખ જ ભોગવવાનું! આનો અર્થ એ છે કે નિરંતર સુખ જોઈએ તો નિરંતર ધર્મ કરો! કર્મક્ષય કરી શાશ્વત સુખ અનુભવો. માતાઓ ગુરુ બનશે?
જ્યારે ધન જાય અને છોકરા-છોકરીઓ હાય હાય કરે તે વખતે માતા ગુરૂ બની જાય! બાળકોને પુય-પાપનું તત્ત્વજ્ઞાન સમજાવે! એ તત્ત્વજ્ઞાનનો સંસ્કાર જો દઢ હશે તો ગરીબી આવવા છતાં હાય હાય નહિ કરે, ગરીબી આવતાં તેમને માતાનાં વચન યાદ આવશે. તે વિચારશે કે “મા કહેતી હતી કે પુણ્યથી સુખ ને પાપથી દુઃખ આવે છે.”
ગમે તેવા દિવસો આવે, પરંતુ સ્ત્રી જો જ્ઞાની હોય તો પરિવારમાં શાન્તિ! બાપ થોડો અજ્ઞાની હોય તો ચાલે ને? પરંતુ મા જો અજ્ઞાની, તો મામલો ખલાસ! કારણ કે બાળકને પાંચ-સાત વર્ષ સુધી માનો ઘનિષ્ઠ સંબંધ રહે છે. પહેલાં માના ખોળામાં! પછી માની નજરમાં! પછી ધીમે ધીમે બાળક દૂર જાય છે.... જ્યાં સુધી બાળકને માનો પ્રેમ, તેનું વાત્સલ્ય મળતાં હોય છે, ત્યાં સુધી જો આ જ્ઞાન બાળકને મળી જાય તો તેનું જીવન ઉત્તમ બની જાય. મયણામાં આવી જ્ઞાનદૃષ્ટિ ક્યાંથી આવી? માતાનો ઉપકાર! ઉપાધ્યાયનો ઉપકાર!
મયણાએ પૂર્વ ભવમાં ધર્મ-આરાધના કરી હતી.” તે વાત જવા દો. પ્રત્યક્ષ માતાને જુઓ. કેવું સુંદર જ્ઞાન આપ્યું! તમારે તમારાં બાળકોને સમ્યગૂજ્ઞાન આપવું છે? તત્ત્વજ્ઞાનનું ટયુશન રાખવું છે?
અરે! તમે લોકો તો એવા બેપરવાહ બની ગયા છો કે નથી તમને તમારા બાળકોની પરવા કે નથી સંઘના બાળકોની પરવા! માત્ર પેટ ભરવા માટે ધન કમાવાનું ને? શિક્ષણ આપવાનું તમે સમજ્યા છો...? ઢંગધડા વિનાનું ને..? નહીંતર લાખો શિક્ષિત બેકારો કેવી રીતે હોત? તમને તમારા કે તમારાં સંતાનોના આત્માની ચિંતા છે ખરી? જ્યાં સુધી સમ્યગૂજ્ઞાન આપનારી પરબ
For Private And Personal Use Only