________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું એવી રીતે-એ વખતે ગમે તેવું રૂપ સામે આવે, સ્ત્રીનું, પુરૂષનું કે જડ પદાર્થોનું.... દષ્ટિ એના પર જવી જ ન જોઈએ. જો દૃષ્ટિએ રૂપ જોઈ લીધું તો ખલાસ! જ્યાં આંખોએ રૂપનો ઉપભોગ કર્યો તો મલિનતા આવી સમજી એની સાથે જ મન પણ વિકારી બની જશે અને વિકલ્પનાં જાળાં ગૂંથવા માંડશે! માટે ધ્યાન વખતે દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થિર રાખો અથવા નવપદના ચિત્ર પર દૃષ્ટિ કેન્દ્રિત કરો. દૃષ્ટિને આડીઅવળી લઈ ન જાઓ.... રૂપ સાથે દૃષ્ટિનો સંબંધ ન જ થવા દો.
એવી જ રીતે સુગંધ અને દુર્ગધ. તમે ધ્યાન માટે બેઠા, આજુબાજુના બગીચામાંથી પુષ્પોની સુવાસ આવવા લાગી અથવા ધૂપની સુગંધ આવવા માંડી, એ વખતે ધ્રાણેન્દ્રિયનો એ સુગંધ સાથે સંપર્ક ન થવો જોઈએ. એ રીતે જ માનો કે કોઈ દુર્ગધ આવી. તો પણ ધ્રાણેન્દ્રિય એમાં જોડાવી ન જોઈએ. એ ખ્યાલ જ ન આવે કે અહીં સુગંધ છે કે દુર્ગધ છે!
રસ અને સ્પર્શનો ધ્યાન-સમયે પ્રશ્ન જ નથી. અર્થાત્ ધ્યાન સમયે કોઈ ખાટા-મીઠા રસનો આસ્વાદ કરવાનો હોતો જ નથી. એવી રીતે સુંવાળા કે ખરબચડા સ્પર્શનો પણ એ વખતે સંબંધ નથી. હા, મન એ વિષયોમાં જવું ન જોઈએ! ખાવાના-રસાસ્વાદના વિચારો કે ભોગસુખના વિચારો ન આવવા જોઈએ.
તનની સ્વસ્થતા અને નિર્મળતા માટે આ રીતે પાંચેય ઇન્દ્રિયોને એના વિષયોથી નિર્લેપ રાખવી પડે. જે રીતે ધ્યાન સમયે નિર્લેપ રાખવાની તેવી રીતે ધ્યાન સિવાયના સમયે પણ વિષયોથી ઇન્દ્રિયોને જેમ બને તેમ વધુ અલિપ્ત રાખવાનો પ્રયત્ન કરવાનો. આસન અને મુદ્રા :
બીજી દષ્ટિએ પણ શરીરની સ્વસ્થતા-તંદુરસ્તી આવશ્યક છે. ધ્યાન ધરવા માટે “આસન'ની સ્થિરતા જોઈએ! એટલે કે સુખાસન અથવા પદ્માસન રહેવું જોઈએ. જરાય હલવાનું નહીં કે ઊંચાનીચા થવાનું નહીં! આ ક્યારે બને? શરીર રોગી, અશક્ત અને કમજોર હોય તો નિશ્ચલતાથી બેસી નહીં શકો. માટે ભોગસુખો ભોગવી ભોગવીને શરીર અશક્ત ન કરી દો. ધ્યાન માટે આસનસિદ્ધિ હોવી જ જોઈએ. શરીરની ચંચળતા મનની ચંચળતા પેદા કરે છે. મનની સ્થિરતા માટે શરીરની સ્થિરતા કેળવવી જ પડે.
શું જાપ-ધ્યાન કરો છો ને? શું શરીર સ્થિર રહે છે? ઘડીકમાં ટટાર તો
For Private And Personal Use Only