________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ચિંતાનો ભાર અને સુખોની વાસના મનને એટલું ક્ષુબ્ધ બનાવે છે કે ક્ષુબ્ધ મન ધ્યાનમાં લીન થતું નથી. મયણાની આસપાસ એવી ઘટનાઓ અને એવા પ્રસંગો બનેલા હતા કે ચિંતા થઈ જવી સ્વાભાવિક હતી; પરંતુ તેને ચિંતાઓ કેમ ન થઈ? કારણ? તેની પાસે જ્ઞાનદૃષ્ટિ હતી. સંસારનાં સુખોની ઇચ્છાઓનો એના પર ભાર ન હતો.
આપણી નિર્બળતા કેટલી છે? થોડું પણ સુખ ન મળે તો બેચેન થઈ જઈએ! સુખની કેવી ઘોર વાસના! એકાદવાર સમયસર ચા ન મળી તો? ઊંચાનીચા થઈ જાઓને? તો સમજવું કે મન પર સુખની વાસનાનો ભાર છે. જમવાના સમયે જમવા ન મળ્યું તો ઊંચાનીચા થઈ જાઓને? તેનું reaction-પ્રત્યાઘાત ક્રોધ, ગુસ્સો, રીસ? તો સમજવું કે મન પર સુખની વાસનાનો ભાર છે. ટ્રેઇનમાં સિગારેટ પીતા હો... પેકેટ ખાલી થઈ ગયું. ટ્રેઇન હવે બે કલાક સુધી ઊભી રહેવાની નથી, સિગારેટ માટે ઊંચાનીચા થઈ જાઓ ખરા? મનમાં ને મનમાં રેલવેવાળાને ગાળો દેવા માંડોને? મન ઉપર સુખની વાસનાનો કેટલો ભાર છે? આ નબળાઈ દૂર કરવી જ રહી. એ દૂર કર્યા વિના મન ધ્યાનમાં એકાગ્ર બની શકશે નહીં. મયણાને સુખની એવી વાસનાઓ હોત તો તે પણ ધ્યાનમાં મગ્ન ન બની શકત. ઇચ્છા અને વાસના :
પ્રશન: તો શું મયણાને સંસારના સુખોની ઇચ્છા જ ન હતી? તો પછી એણે દીક્ષા કેમ ન લીધી?
ઉત્તર : જ્યારે મયણાને તેના પિતાએ ઉંબરરાણા સામે આંગળી ચીંધીને કહ્યું. “આ તારો પતિ!” આ વખતે, જો મયણામાં વૈષયિક સુખની વાસના હોત તો ઉંબરાણાનો હાથ ન પકડત, અથવા જરૂર મયણા કહી દેત, “મારા ભાગ્યમાં જે હશે તે પતિ મળશે. તમારે આપવાની જરૂર નથી...” એમ કહીને તે ત્યાંથી નીકળી પડત.
ઇચ્છા અને વાસનામાં ઘણું અંતર છે. જો ઇચ્છા જ ન હોત સુખોની, તો તો પછી પરણવાની વાત જ ન રહેત. વાસનામાંથી ફરિયાદો ઉત્પન્ન થાય છે. વાસનામાંથી ક્લેશ, સંતાપ અને દુઃખ જન્મે છે. ઉચ્ચ જીવનનું ઘડતર કેવી રીતે થાય?
મયણાએ ફરિયાદ ન કરી. કારણ? મન નિર્મળ હતું, વાસનાથી મુક્ત હતું.
For Private And Personal Use Only