________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૬
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું જ્ઞાની પુરૂષ અકળાય નહીં, ક્રોધ ન કરે :
કેવો એમનો અપ્રમત્તભાવ હશે! સેંકડો ઉત્તમ ગ્રંથોની રચના કરી છે એમણે! કેટાળ નહીં, વિષાદ નહીં, એશ-આરામ નહીં! ઉપાધ્યાય ભગવંતની આ જ વિશેષતા હોય છે. એ આખો દિવસ અધ્યાપન કરીને સૂતા હોય અને કોઈ જિજ્ઞાસુ વિનીત શિષ્ય જઈને કોઈ પ્રશ્ન પૂછે, તો તુર્ત જ એનો જવાબ આપે... કંટાળી ન જાય કે આ આપણે ભણ્યા એટલે આ લોકો દિવસ ને રાત, હેરાન કરે છે ને? આના કરતાં ન ભણ્યા હોઈએ તો કેવું સારું! કોઈ હેરાન જ ન કરે... ને મજેથી ઊંઘી શકાય... આ તો રાત્રે ય સૂવા નથી દેતા. મને કેવી મીઠી નિદ્રા આવી હતી.... ને આ મુનિએ આવીને મારી નિદ્રા બગાડી નાખી...' આવા વિકલ્પો ન આવવા જોઈએ. ગુસ્સો ન આવે.
જેમ જ્ઞાની પાસે જ્ઞાન લેવા કોઈ આવે, વારંવાર આવે છતાં એમને ગુસ્સો ન આવે, તેમ તમે શ્રીમંત છો, તમારી પાસે વારંવાર લોકો દાન લેવા આવે તો ગુસ્સે ન થાઓ ને? રાજી થાઓ ને?
સભા : ખૂબ ગુસ્સો આવે!
મહારાજશ્રી : તમારી શ્રીમંતાઈ પર ગુસ્સો આવે ને? “અરે, ક્યાં શ્રીમંત બન્યા... આ શ્રીમંત બન્યા, માટે જ લોકો હેરાન કરે છે... દેરાસર માટે ટીપ... ઉપાશ્રય માટે ટીપ... પાંજરાપોળ માટે. ટીપ... બસ, આખો દિવસ ટીપ, ટીપ ને ટીપ...” એમ મનમાં થાય ને? શ્રીમંત બન્યા પછી, દાન લેનારાઓ પ્રત્યે જો ગુસ્સો આવ્યો, તો સમજી લેજો કે શ્રીમંતાઈ જવાની! ફરી શ્રીમંતાઈ મળવી દુર્લભ! એવા શ્રીમંત પણ જોયા છે કે જેઓને સતત દાન આપવા છતાં હૃદયમાં ક્યારેય બળાપો નથી થયો.... હા, આજના વિષમકાળમાં પણ એવા દાનવીર મહાપુરૂષો છે એવી જ રીતે આજના આ ભયંકર કાળમાં એવા જ્ઞાની મહાપુરૂષો છે જેઓ દિવસ ને રાત બસ જ્ઞાનદાન કરતા જ રહે છે. ગમે ત્યારે એમની પાસે જઈને જ્ઞાન મેળવો! એમને કંટાળો નહીં, ઉગ નહીં કે આળસ નહીં! લેનાર થાકે, પરંતુ આપનાર ન થાકે! તમે જોયા છે એવા મહાપુરૂષો? કદર છે એવા મહાપુરૂષોની? જ્ઞાની મહાપુરૂષોનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા જોઈએ. બુદ્ધિ જોઈએ, એ ત્યારે જ બની શકે કે જ્યારે તમે સમ્યગૂજ્ઞાનના અભિલાષી હોવ. ઉપાધ્યાય પદનું ધ્યાન :
આવા ઉપાધ્યાય ભગવંતનું આજે ધ્યાન કરવાનું છે. અષ્ટદલ-કમલની
For Private And Personal Use Only