________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હદયકમલ મેં ધ્યાન ધરત હું ઉપાધ્યાય સદેવ જ્ઞાનદાતા :
બીજી વાત એ છે કે તેઓ જ્ઞાનદાન આપતાં જરાય કંટાળતા નથી, કે જરાય થાકતા નથી. તેઓનું જીવન અપ્રમત્ત હોય છે, ભાવકરુણાને ધારણ કરનારા એ મહાપુરૂષ સદેવ સુયોગ્ય શિષ્યોને જ્ઞાનામૃત પિવડાવતા રહે છે, ભલેને જિજ્ઞાસુ આત્મા રાત્રે બાર-બે વાગે જઈને એમને પ્રશ્ન પૂછે! પ્રેમ અને વાત્સલ્યથી તૂર્ત જ જવાબ આપે! આવા ઉપાધ્યાય ભગવંતનું ધ્યાન કરવાનું છે, કરશો ને?
આવા ઉપાધ્યાય સ્વયં તો પાપમુક્ત હોય જ, પરંતુ એમનાં ચરણે-શરણે રહેનારા જીવાત્માઓ પણ પાપમુક્ત બની રહે છે. પાપોનું પરિમાર્જન કરીને શિષ્યોને નિર્મળ અને વિમલ બનાવે છે. જ્ઞાન વિના ધ્યાન નહીં ?
જ્ઞાની પુરૂષ ધ્યાની બની શકે. જ્ઞાન વિના ધ્યાન નહીં! હા, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન હોઈ શકે. ધર્મધ્યાન કે શુક્લધ્યાન ન હોઈ શકે. નહીંતર તો તમે વિના જ્ઞાને મહાધ્યાની છો! કેવું ઉચ્ચ કોટિનું આર્તધ્યાન કરો છો! કરો છો ને? ઉપાધ્યાય ધર્મધ્યાનની સાથે સાથે વિશિષ્ટ કોટિનું ધ્યાન પણ કરતા હોય છે; એ ધ્યાનમાં તેઓ જિનોક્ત તત્ત્વોનું રહસ્ય પામતા હોય છે.
ધ્યાનને અગ્નિ કહેવામાં આવ્યો છે. ધ્યાનાગ્નિમાં કર્મકાષ્ટ બળીને ભસ્મ થઈ જાય છે. ઉપાધ્યાય ભગવંત આ રીતે વિપુલ કર્મક્ષય કરી આત્મભાવને નિર્મળ બનાવે છે. ધ્યાનની આરાધના એક વિશિષ્ટ કોટિની આરાધના છે. આવા ઉપાધ્યાય આચાર્ય પદને યોગ્ય બને છે, માટે તેઓને યુવરાજ કહેવામાં આવે છે. આચાર્ય પદ માટે જેવી તેવી ર્યોગ્યતા ન ચાલે. જિનશાસનમાં આચાર્યનું સ્થાન સર્વોપરી છે. ‘હિત્યયર સમો સૂરિ’ આચાર્યને તીર્થકર સમાન કહ્યા છે. તીર્થંકર ભગવંતના અભાવમાં આચાર્ય તીર્થકરસમાન હોય છે, હવે વિચારો આચાર્ય પદની કેવી ઉચ્ચતમ મહત્તા છે! પણ તે ભાવ આચાર્ય માટે છે! ૩૬ ગુણોથી શોભાયમાન આચાર્ય તીર્થકરસમાન સમજવાના છે.... જેને તેને નહીં! ત્રણ પ્રકારના સ્થવિર :
ઉપાધ્યાયને “સ્થવિર' પણ કહેવામાં આવ્યા છે. જિનશાસનમાં ત્રણ પ્રકારના સ્થવિર હોય છે. (૧) વયસ્થવિર (૨) પર્યાયસ્થવિર, અને (૩) જ્ઞાનસ્થવિર.
For Private And Personal Use Only