________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
ઉપાધ્યાયનું આદર્શ વ્યક્તિત્વ :
શ્રમણ સમુદાયને નિર્મળ સમ્યજ્ઞાનની આરાધના કરાવવાનું મહાનું કર્તવ્ય જે મહાપુરૂષના શિરે છે તે ઉપાધ્યાય ભગવંતના ઉત્તમ વ્યક્તિત્વનું દર્શન ‘નમસ્કાર-નિર્યુક્તિ' નામના ગ્રંથમાં થાય છે.
૧૩
(૧) દ્વાદશાંગ-સ્વાધ્યાયકરણમાં ઉપયુક્ત. (૨) પાપરિવર્જક.
(૩) ધ્યાનમાં લીન.
(૪) કર્મનાશ કરવામાં ઉદ્યમી.
(૫) આચાર્ય પદને યોગ્ય.
૧૧ અંગ એને ૧૨ ઉપાંગ.... ઇત્યાદિ આગમગ્રંથોનું અધ્યયન તો એ મહાપુરૂષે કરેલું જ હોય, વર્તમાનમાં ઉપલબ્ધ ૪૫ આગમોનું તલસ્પર્શી અધ્યયન કર્યા પછી તો તેઓને ઉપાધ્યાય પદ મળેલું હોય છે.
ઉપાધ્યાયને ૪૫ આગમોનું જ્ઞાન હોવું અનિવાર્ય :
સભા : શું ઉપાધ્યાય પદ માટે ૪૫ આગમોનું અધ્યયન જોઈએ જ ?
મહારાજશ્રી : એમાં પૂછવાનું શું છે? અધ્યયન કર્યા વિના તેઓ અધ્યાપન કેવી રીતે કરાવે? શિષ્યોને ૪૫ આગમોનું જ્ઞાન કેવી રીતે આપી શકે? એટલે ઉપાધ્યાય પાસે ૪૫ આગમોનું જ્ઞાન હોવું જ જોઈએ, એ વાત સમજાઈ ગઈ? અરે, માત્ર અધ્યયન જ નહીં, પરંતુ ચિંતન-મનન પણ જોઈએ. અનુપ્રેક્ષાસ્વાધ્યાય જોઈએ, તો જ બીજા જીવોને આગમગ્રંથોનું અધ્યાપન કરાવી શકાય. અનુપ્રેક્ષા વિના જિનોક્ત તત્ત્વોની યથાર્થ પ્રરૂપણા કરી શકાય નહીં. ઉપાધ્યાયનો અનુપ્રેક્ષા-સ્વાધ્યાય તો નિરંતર ચાલતો હોય.
For Private And Personal Use Only
બીજાં જીવોને જિનોક્ત તત્ત્વોનું જ્ઞાન આપવું-એ સામાન્ય કાર્ય નથી. સ્વયં જ્ઞાન પ્રાપ્ત કરવું એ હજુ સરળ કામ છે, પરંતુ બીજા જીવોને જ્ઞાન આપીને તેમના સંવેગ-વૈરાગ્યની વૃદ્ધિ કરવી, એ કાર્ય વિશિષ્ટ યોગ્યતા માગી લે છે. ઉપાધ્યાય ભગવંત એ રીતે શિષ્યોને જ્ઞાન આપે કે એમનું સમ્યગ્દર્શન નિર્મલ બનતું જાય, સમ્યગુચારિત્રમાં પુરૂષાર્થ વધતો જાય અને સંવેગ-વૈરાગ્યમાં પ્રતિદિન વૃદ્ધિ થતી જાય.