________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ વ્યાખ્યાન છટું
ઉપાધ્યાય પદ પરમ ઉપકારી પૂજ્ય આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રી શ્રીપાલચરિત્રના ગ્રંથનો પ્રારંભ કરતાં કહે છે : “હું હૃદયકમલમાં અરિહંતાદિ નવપદોનું ધ્યાન કરીને, શ્રી સિદ્ધચક્રજીનો કાંઈક મહિમા કહું છું.. નવપદમાં મનને સ્થિર કરો :
શ્રી નવપદનું ધ્યાન હૃદય-કમલમાં કરવાનું છે.... માટે બહારમાંથી અંદર આવો. હૃદયમાં... તમારા હૃદયમાં તમારું મન લઈ જાઓ... “હૃદય કેવું?” એની કલ્પના આપી-હૃદયકમલ જેવું છે! કમલરૂપે જ હૃદયને જુઓ! મનની આંખોએ જોવાનું છે. એ હૃદયકમલમાં નવપદ જોવાનાં અને એક-એક પદની આકૃતિ ઉપર અને એક-એક પદના અક્ષરો પર મન સ્થિર કરવાનું.
પરંતુ એક નિયમ જાણો છો મનનો? જેના પર.... જે વસ્તુ પર કે જે વ્યક્તિ પર એને પ્રીતિ હોય છે, એના પર એ સ્થિર રહે છે. વારંવાર એના તરફ એ દોડે છે. શું નવપદ ઉપર પ્રીતિ જાગી છે? વારંવાર મન નવપદ ઉપર જાય છે ખરું? નવપદ પર પ્રીતિ કેવી રીતે જાગે? એ માટે નવપદનું ભવ્ય વ્યાપક સ્વરૂપ સમજવું જોઈએ. એક-એક પદનું સ્વરૂપ અને એનો પ્રભાવ સમજવો જોઈએ, તો નવપદ પ્રત્યે પ્રીતિ જાગશે અને એનું આરાધન કરવાની શક્તિ પ્રગટ થશે. ઉપાધ્યાયના ર૫ ગુણ :
જેમ અરિહંતના ૧૨ ગુણ તમે જાણ્યા, જેમ સિદ્ધના ૮ ગુણ જાણ્યા, જેમ આચાર્યના ૩૩ ગુણો તમે સાંભળ્યા, તેમ ઉપાધ્યાયના ૨૫ ગુણ બતાવવામાં આવ્યા છે. જાણો છો ૨૫ ગુણ? ઉપાધ્યાય ૧૧ અંગ અને ૧૨ ઉપાંગનું જ્ઞાન ધરાવતા હોય અને સુયોગ્ય આત્માઓને એ જ્ઞાન આપતા હોય. ૧૧ અંગ અને ૧૨ ઉપાંગનાં નામ જાણો છો? તમારા શરીરનાં અંગ-ઉપાંગની આ વાત નથી! આ તો શાસ્ત્રોની વાત છે! ઉપાધ્યાય એ શાસ્ત્રોને જાણે અને સુપાત્ર આત્માઓને એનું જ્ઞાન આપે. ૧૧ અંગનાં નામ આ પ્રમાણે છે : (૧) આચારાંગ.
For Private And Personal Use Only