________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
go
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું અકબર બાદશાહ પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિજી મહાન પ્રભાવક અને ભવ્ય પ્રતિભાશાળી! ૨૦૦૦ સાધુ-સાધ્વી તેમની આજ્ઞામાં હતાં. પ્રત્યેક કાળે જિનશાસનના એક નાયક આચાર્ય હોવા જોઈએ. તેમની આજ્ઞામાં ભલે બીજા આચાર્ય હોય, પરંતુ બધા નેતા બની જાય તો શાસનની દુર્દશા સમજવી. શાસન ઉપર જ્યારે અનેક બાહ્ય આક્રમણો થઈ રહ્યાં છે, અને આંતરકલહો ફેલાઈ રહ્યા છે તેવા સમયે જો એક પ્રભાવશાળી અને શક્તિસંપન્ન આચાર્યને નેતા તરીકે સ્વીકારવામાં આવે તો વિનાશમાંથી બચી શકાય અને શાસનને સમૃદ્ધ બનાવી શકાય.
જ્યારે મુંબઈ રાજ્યની વિધાનસભામાં બાલદીક્ષા પ્રતિબંધક વિધેયક આવેલો ત્યારે મુંબઈ રાજ્યના મુખ્યમંત્રીએ કહેલું : “એક આચાર્ય કહે છે કે : બાલદીક્ષા ન જોઈએ. તમે કહો છો કે જોઈએ, મને પોતાને જૈન ધર્મ પ્રતિ આકર્ષણ છે મેં જોયું છે કે જૈન ધર્મ જીવંત છે. જૈન કુટુંબોમાં મેં જોયું છે કે ખાવાપીવામાં નિયમ શ્રાવક અભક્ષ્ય ન લે, બાળક કંદમૂળ ન ખાય, સ્ત્રી પુરૂષ રાત્રિ ભોજન ન કરે. આમ જૈન ધર્મ practical છે, તેઓ કહે : “મને જૈનધર્મ પ્રત્યે ઘણો આદર છે. તમને સહાયક થવા તૈયાર છું.... પરંતુ તમે સહુ એક થઈને આવો...' પછી તો તેમણે એસેન્લીમાં, બે ભાષણો એવાં આપ્યો કે જે સભ્યો કાયદો લાવવાની હિમાયત કરતા હતા, તેમનાં પણ મન બદલાઈ ગયાં. બિલ public opinion આમ જનતાના અભિપ્રાય પર છોડી દેવામાં આવ્યું અને અંતે એ બિલ ઊડી ગયું.
આચાર્ય એવા હોવા જોઈએ કે જેઓ જિનશાસનને પૂર્ણ વફાદાર હોય. તેમની પાસે બહુમુખી પ્રતિભા હોવી જોઈએ. આજે આચાર્ય પદનું ધ્યાન ધરવાનું છે, તે પીળા વર્ણમાં કરવાનું છે, તે સમયે આચાર્યના ૩૩ ગુણોને લક્ષ્યમાં રાખીને ધ્યાન કરવાનું છે.
For Private And Personal Use Only