________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું (૨) સૂત્રકૃતાંગ. (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ. (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (૯) શાતાધર્મકથા (૭) ઉપાસક દશાંગ. (૮) અન્ત ક દ શા (૯) અનુત્તરપપાતિકદશા. (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર.
બાર ઉપાંગનાં નામ આ પ્રમાણે છે : (૧) ઔપપાતિક (૨) રાજપ્રશ્નીય (૩) જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) સૂર્યપ્રજ્ઞપ્તિ (૬) જંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિ (૭) ચન્દ્રપ્રજ્ઞપ્તિ (૮) કલ્પિકા (૯) કલ્પાવતંસિકા (૧૦) પુષ્પિકા (૧૧) પુખચૂલિકા (૧૨) વૃદિશા. ૧૧ અંગ+૧૨ ઉપાંગ = ૨૩+૧ કરણસિત્તરી = ૨૪+૧ ચરણસિત્તરી = ૨૫
ચરણસિત્તરીમાં ૭૦ વાતો છે અને કરણસિત્તરીમાં ૭૦ વાતો છે. ઉપાધ્યાયનું જીવન આ ચરણ-કરણની આરાધના ઉપાસનાથી મઘમઘાયમાન હોય છે. અપ્રમત્તભાવે સુયોગ્ય આત્માઓને જ્ઞાનદાન કરતા રહે!
શ્રમણોના સમુદાયમાં ઉપાધ્યાયનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોય છે. આચાર્યને જો રાજાના સ્થાને સમજીએ તો ઉપાધ્યાયને યુવરાજના સ્થાને સમજવા જોઈએ! જ્ઞાનોપાસનાનું મહત્ત્વ :
શ્રમણ સંસ્કૃતિમાં અને શ્રમણસંઘમાં ઉપાધ્યાય ભગવંતનું સ્થાન અતિ મહત્ત્વનું છે; કારણ કે પરમાત્મા શ્રી મહાવીરસ્વામીના શ્રમણ સંઘમાં સમ્યગુજ્ઞાનની આરાધનાને શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવેલું છે. દિન-રાતના ૨૪ કલાકમાં ૧૫ કલાક જ્ઞાનોપાસના માટે રાખવામાં આવેલા છે! ૬ કલાક નિદ્રા માટે અને ૩ કલાક આહાર, વિહાર અને નિહાર માટે રાખવામાં આવેલા છે... સમજ પડે છે? તમારે તો પંદર કલાક અર્થોપાસના કરવાની ને? જ્ઞાનોપાસનાનું તમારા માટે કર્તવ્ય ખરું કે નહીં?
સભા : કર્તવ્ય તો છે, પણ કર્તવ્યનું પાલન નથી કરતા!
પ્રવચનકારશ્રી: સંસારનાં કર્તવ્યના પાલનમાંથી ઊંચા આવો તો આ કર્તવ્યનું પાલન કરોને! શ્રાવક-શ્રાવિકા વર્ગે પોતાની જીવનચર્યામાંથી જ્ઞાનોપાસના કાઢી નાંખી, એનું પરિણામ સારૂં નથી આવ્યું. જ્ઞાનોપાસનાનું મહત્ત્વ ભુલાઈ ગયું એટલે “ઉપાધ્યાય પદ'નું મહત્ત્વ પણ ભુલાઈ ગયું છે! તમો આ પદનું મહત્ત્વ ભૂલી ગયા છો, પરંતુ આજે ઉપાધ્યાય-પદની વિશેષ જવાબદારી અદા થાય તો? આપણા શ્રમણ સંઘની ખેરવિખેર વ્યવસ્થા ઠીક થઈ જાય. પાંચ પ્રહરની જ્ઞાનોપાસના માત્ર “શાસ્ત્ર-વચન' જ ન રહેતાં એનું પાલન સુલભ બની જાય.
For Private And Personal Use Only