________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
શ્રી નવપદ પ્રવચન
શ્રી હેમચંદ્રાચાર્યને તેમણે કરી. ગુરૂદેવે કહ્યું : ‘પ્રાયશ્ચિત્તરૂપે, જ્યાં ઉંદર મરી ગયો ત્યાં મંદિર બનાવવું.' કુમારપાળે અતિ ભવ્ય અને વિશાળકાય મંદિરનું નિર્માણ કર્યું! આજ જુઓ તેની ભવ્યતા અને સુંદર કારીગરી!
દેરાસરમાં વપરાયેલું લાકડું કેવું છે? દિવાસળીથી સળગાવો તો સળગે નહિ, પણ લાકડામાંથી પાણી ઝરે! આજે એ મંદિર ઊભું છે.... કુમારપાલનો મહેલ ઊભો નથી કે હવેલી ઊભી નથી!
શ્રી હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ મહાન આચાર્ય હતા. તેમણે જૈનશાસનની શાન વધારી, હજારો, લાખો શ્રાવકોને ધર્મમાર્ગમાં સ્થિર કર્યા.
પરમાત્મા જિનેશ્વરદેવના શાસનમાં ‘આચાર્ય’ નું સ્થાન કેટલું ગૌરવપૂર્ણ હોય છે, કેટલું જવાબદારીભર્યું હોય છે અને કેટલું અગત્યનું હોય છે... તે સમજવા માટે શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા અને કુમારપાળના જીવન-પ્રસંગોનું ધ્યાનથી અધ્યયન કરવું જરૂરી છે. જો આજે એ અધ્યયન થાય તો કેટલીક એકાંત માન્યતાઓ જે ઘર કરી ગઈ છે, તે દૂર થઈ શકે અને જિનશાસનની આરાધના-પ્રભાવનાનાં બંધ થઈ ગયેલાં દ્વારો પુનઃ ખૂલી જાય. આચાર્ય જિનશાસનનો ઉત્કર્ષ કરનારા હોય.
સાતમું લક્ષણ : આચાર્ય દેશની સર્વ ભાષાઓના જાણકાર હોવા જોઈએ. દેશના જે જે પ્રદેશમાં જાય તે તે પ્રદેશની ભાષાના જાણકાર હોય. તે પ્રદેશની ભાષામાં ઉપદેશ આપે. શિષ્યોને પણ તેમની ભાષામાં અધ્યયન કરાવે. જે દેશની જે ભાષા હોય, તે દેશમાં તે ભાષામાં ઉપદેશ અપાય તો ઉપદેશ વધુ અસરકારક બને છે.
આઠમું લક્ષણ : આચાર્ય સુંદર ભવ્ય આકૃતિવાળા હોવા જોઈએ. હા! બાહ્યરૂપ પણ અપેક્ષિત છે! આચાર્ય કુરૂપ ન જોઈએ. આચાર્ય રૂપવાન જોઈએ! યોગ્ય વ્યક્તિની પસંદગી કરવાની હોય ત્યારે કેટલીક બાબતો જોવી જ પડે. કુળવાન જોઈએ, સુલક્ષણા જોઈએ વગેરે.
આચાર્યપદનું ગૌરવ જાળવીએ :
પરંપરા એ છે કે આચાર્યની પસંદગી આચાર્ય કરે. આજકાલની વાત છોડો. આજની પરિસ્થિતિ વિકટ છે. આજની વાત કરાય એવી નથી!
કેવા હતા એ ગૌરવવંતા ભૂતકાળના મહાન આચાર્ય ભગવંતો! અકબરના સમયમાં પણ એવા એક મહાન આચાર્ય થઈ ગયા.
For Private And Personal Use Only