________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું શાસનમાં આચાર્યનું મહત્ત્વ કેટલું ઊંચું છે? આ બધું આજે ભૂલવા જેવું નથી!
આચાર્ય પદનું ધ્યાન ધરવું છે. તે માટે આચાર્યનું સ્વરૂપ સમજવું જરૂરી છે. આચાર્ય સમગ્ર જિનશાસનના સુકાની હોય છે. સંઘના આધારસ્તંભ હોય છે. મકાનનો સ્તંભ કેવો હોવો જોઈએ? મજબૂતને? પોલો નહિ! ઢીલો નહિ! સડેલો નહિ! તીર્થકર જેવું તેમનું સ્થાન છે. તેમનો પ્રભાવ અદ્ભુત હોય, તેમનું જ્ઞાન વિશાળ હોય; ક્ષમાદિ ગુણો, ઈન્દ્રિયવિજય, પ્રભાવકતા વગેરે અનેક ગુણોના ભંડાર હોય. આચાર્યને માથે સંઘરક્ષાની જવાબદારી :
ત્રીજું લક્ષણ : આચાર્ય ચતુર્વિધ સંઘને કુશળ રાખે. સંઘની કુશળતાની જવાબદારી સમજે. દુષ્કાળ વખતે વજસ્વામીએ સંઘને આકાશમાર્ગે ઉઠાવ્યો હતોને? જ્યાં સુકાળ હતો ત્યાં મૂકી દીધો હતો. “વરાહમિહિરે' મરીને વ્યંતર બનીને સંઘને ખૂબ જ ઉપદ્રવ કર્યો ત્યારે શાંતિ અર્થે શ્રી ભદ્રબાહુસ્વામીએ ઉવસગ્ગહર' સ્તોત્ર રચ્યું હતું અને સંઘને ઉપદ્રવથી મુક્ત કર્યો હતો. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના સમયમાં સંઘ કેટલો નિર્ભય અને નિશ્ચિત હતો!
એક વખત એવી ઘટના બની કે હતી અમાસ અને આચાર્યદેવના મોંમાંથી નીકળી પડી “પૂર્ણિમા'! વચન નીકળી ગયું, હવે શું કરવું? આચાર્યદવે થાળીને અભિમંત્રિત કરી, આકાશમાં ઘુમાવી. પાટણની આસપાસ બાર બાર કોશ સુધી ચંદ્ર જ દેખાય! એ વખતે રાજાશાહી હતી. રાજા ઇચ્છે તેમ થાય. ભિન્નભિન્ન ધર્મ અને દર્શનોના વાદવિવાદનો યુગ હતો! કોઈક ખોટું પડ્યું કે ઓર્ડર થાય, “જૈનો નીકળી જાય નગરમાંથી!” તો શું થાય? માટે ચતુર્વિધ સંઘના યોગક્ષેમ માટે આચાર્ય જાગ્રત રહેતા હતા. વિશિષ્ટ શક્તિનો પ્રયોગ પણ કરતા હતા.... છતાંય આત્મભાવમાં જાગ્રત રહેતા! જેવી રીતે સકલસંઘની રક્ષા માટે આચાર્ય જાગ્રત રહેતા, તેમ વિશિષ્ટ વ્યક્તિના યોગક્ષેમ માટે પણ શક્તિ-પ્રયોગ કરતા. હા, જરૂર પડે તો વ્યક્તિ માટે કરવું પડે! જો એ વ્યક્તિમાં સમષ્ટિનું હિત સમાયેલું હોય, જિનશાસનની પ્રભાવકતા સમાયેલી હોય. જેમ કુમારપાળ માટે શ્રી હેમચન્દ્રસૂરિજીએ શક્તિપ્રયોગ કર્યો હતો. કુમારપાળ એવા શ્રાવક હતા. એ કાળે સમગ્ર સંઘના આધારભૂત હતા. શ્રી કાલિકસૂરિજીનો પ્રસંગ જાણો છો ને?
સરસ્વતી સાધ્વી પર ગર્દભિલ્લ રાજા આસક્ત બન્યો હતો. સાધ્વીને પકડી મંગાવીને મહેલમાં રાખી હતી. કાલિકસૂરિએ રાજાને ખૂબ સમજાવ્યો. રાજા
For Private And Personal Use Only