________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
શ્રી નવપદ પ્રવચન સિદ્ધ'નો અર્થ :
સિદ્ધ’ શબ્દનો અર્થ જાણો છો? જેણે પોતાનાં જૂનાં કર્મોને બાળી નાખ્યાં છે તે સિદ્ધ! આત્મા પર લાગેલાં સર્વ કર્મોને બાળી નાખ્યાં છે, તે સિદ્ધ. જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો; આઠ કર્મો : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર “ઘાતી-કર્મ' કહેવાય અને નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય-આ ચાર “અઘાતી-કર્મ' કહેવાય. આમ, આઠ પ્રકારનાં કર્મોનો જેમણે ક્ષય કર્યો-આત્માનો કર્મ સાથેનો સંબંધ તોડી નાખ્યો અને આત્મા સ્વગુણોથી પરિપૂર્ણ બન્યો. આઠ કર્મના ક્ષયથી આત્મામાં આઠ પ્રકારના ક્ષાયિક ગુણો પેદા થાય છે. આઠ કર્મના ક્ષયથી આઠ ગુણ :
(૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી આત્મામાં અનંત જ્ઞાન પ્રગટ થાય છે. (તે જાણવું)
(૨) દર્શનાવરણીય કર્મના ક્ષયથી આત્મામાં અનંત દર્શન પ્રગટ થાય છે. (તે જોવું)
સિનેમા જુઓ છો ને? જુઓ છો અને જાણો છો! જે દેખે અને જાણે, તેને કેટલો આનંદ? દેવલોકમાં ડ્રામા-નાટક ચાલે તે દેવ-દેવીઓ છ માસ સુધી જોયા જ કરે, તોય કંટાળો નહીં! હવે છ કલાકનાં પિક્સર ઊતરવા માંડ્યાં છે ને? છ કલાક વચ્ચે Interval ઇન્ટરવલ આવે ને? પણ જેને જોવામાં જ ખૂબ રસ છે, તે શું કહેશે? “બધું બગાડી નાખ્યું !'
24-id sil4 247 strid Ela 20144 414 al Inner and outer worldઆંતરિક અને બાહ્ય સમગ્ર વિશ્વ જોઈ શકાય. લોક અને અલોકનું પ્રત્યક્ષ દર્શન, પ્રત્યક્ષ જ્ઞાન! મોક્ષમાં સિદ્ધ આત્માઓ સમગ્ર વિશ્વને જુએ છે અને જાણે છે. ત્યાં મજા છે જોવાની ને જાણવાની! વિશ્વના યથાર્થ દર્શનમાંથી અને યથાર્થ જ્ઞાનમાંથી જે આનંદ અને જે સુખ અનુભવાય છે તેનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. તે તો અનુભવનો જ વિષય છે.
૧. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંત જ્ઞાન પ્રાપ્ત થાય છે. ૨. દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શન પ્રાપ્ત થાય છે. ૩. મોહનીય કર્મના ક્ષયથી વિતરાગતા પ્રાપ્ત થાય છે. ૪. અંતરાય કર્મના ક્ષયથી અનંત વીર્ય-અનંત શક્તિ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only