________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું યોગ્ય આસન, સમય, સ્થાન, કાળ, વાતાવરણ બધું અપેક્ષિત છે. વાતાવરણ. સર્જવું પડે. દરેક મનુષ્ય ધ્યાનના મૂડમાં આવી જાય. ચિંતન કરતાં કરતાં ધ્યાનમગ્ન બની જાય! સંકટ સમયે ધ્યાન
સિદ્ધ પદનું ધ્યાન શાંતિના સમયે તો કરીએ, પણ ઉપસર્ગ આવે, વિશિષ્ટ પ્રકારનું સંકટ આવે ત્યારે, કાયોત્સર્ગ-ધ્યાનમાં ઊભા રહીને સિદ્ધનું ધ્યાન ધરવામાં આવે તો વિપ્નોનાં વાદળો વિખરાઈ જાય, સંકટના પહાડ અદશ્ય થઈ જાય. અરે! ભૂત-પિશાચ અને વ્યંતરોને દૂર ખસી જવું પડે! જો કે આપણે તો આ આરાધનાનું લક્ષ્ય આપણા આત્માને પરમ વિશુદ્ધ કરવાનું-રાખવાનું
આજના દિવસે સિદ્ધ ભગવાનનું ધ્યાન ધરવાનું છે ને? બરાબર આસન લગાવીને સિદ્ધ ભગવાનને હૃદયકમળમાં લાવો. ઉપરની પાંખડી પર લાલ રંગની મૂર્તિ રચો. એકાગ્ર બની ધ્યાન ધરો. બીજા કોઈનો પ્રવેશ ન થવા દો. ફક્ત તમે ને સિદ્ધ પરમાત્મા! બન્ને વચ્ચે કોઈ નહિ.
ૐ હીં નમો સિદ્ધાણં'-આ મંત્રાલરનો જાપ કરવાનો છે. એ જાપ સાથે “આપ સિદ્ધ છો, બુદ્ધ છો, પારંગત છો, અષ્ટકર્મના છેદનારા છો.' વગેરે જ્ઞાનનો ઉપયોગ ધ્યાનમાં કરવાનો છે. જ્ઞાન હશે તો ધ્યાનમાં અપૂર્વ આનંદ મળશે. સિદ્ધ પદનું ધ્યાન ધરવાનું છે, સિદ્ધપદ પ્રાપ્ત કરવા માટે!
For Private And Personal Use Only