________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧
શ્રી નવપદ પ્રવચન જ્યોતમાં જ્યોત મળી જશે ત્યારે!
અજર-અમર અને અસંગ. ત્યાં કોઈ પુદ્ગલનો સંગ નહીં. જડનો સંગ નહીં. ત્યાં તો ચેતનનો ચેતન સાથે સંગ! જ્યોતિ જ્યોતિમાં ભળી જાય. તે મિલન કેવું અદૂભુત હશે? અનંત આત્મજ્યોતિમાં જ્યારે આપણી આત્મજ્યોતિ મળી જશે ત્યારે! કલ્પના તો કરો! કલ્પનામાં પણ કેટલો બધો આનંદ ભરેલો છે! ત્યાં “અહ” તથા “મમનો સંગ નથી. “હું” ને “મારું” જ્યાં આવ્યું ત્યાં જ મુશ્કેલી! ધ્યાન અગ્નિ છે :
અસંગ એટલે પૌગલિક પદાર્થનો સંગ નહીં. સિદ્ધ ભગવંતોને કોઈ પ્રકારના મમત્વનો સંગ ન હોય. સિદ્ધ પરમાત્માનું ધ્યાન હૃદયકમળમાં ધરવાનું છે. હૃદય કમળની કલ્પના કરી, ઉપરના દલમાં લાલ વર્ણના સિદ્ધ-પરમાત્માની કલ્પના કરો. સિદ્ધ, બુદ્ધ, પારંગત, અજર, અમર, અસંગ તથા અક્ષય, આઠ ગુણો.... આ બધું સિદ્ધ ભગવંતોના ધ્યાનમાં ચિંતવવાનું છે. તમો જાણો છોધ્યાન અગ્નિ છે? ધ્યાનમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. તમે એક કલ્પના કરો : ધ્યાનની આગમાં આપણું શરીર બળી રહ્યું છે... શરીર બળી ગયું... શરીર સાથે આપણાં આઠ કર્મો બળી ગયાં... પછી રહી રાખ! સરોવરનું પાણી ઊછળવા લાગ્યું.... આપણા પર એ પાણી આવવા લાગ્યું. રાખ બધી સાફ થઈ ગઈ.... આપણો આત્મા સ્ફટિક-રત્ન જેવો નિર્મળ બની ગયો! તે નિર્મળ આત્માએ ઊર્ધ્વગમન કરવા માંડ્યું... ઊડતાં ઊડતાં તે અનંત જ્યોતિમાં મળી ગયો!' ધ્યાન માટે પ્રાકૃતિક વાતાવરણ જરૂરી
માત્ર પાંચ મિનિટનો આ પ્રયોગ છે. માટે વાતાવરણ ખૂબ જ શાંત જોઈએએવા જંગલમાં જવું જોઈએ! ધ્યાન માટે સુયોગ્ય વાતાવરણ જોઈએ. તન-મન ઉપર વાતાવરણની અસર થતી હોય છે. નૈસર્ગિક વાતાવરણ ધર્મધ્યાનમાં ખૂબ સહાયક બને છે; માટે તો આજે આપણે આ તીર્થભૂમિ પર આવ્યા છીએ!
યોગના પ્રાચીન ગ્રંથોમાં ધ્યાનની જે પ્રક્રિયાઓ બતાવેલી છે, તે મુજબ સોએ સો ટકા ન કરી શકાય, તોય થોડી તો કરી શકાય, પાંચ મિનિટનું પણ ધ્યાન અનંત કર્મોની નિર્જરા કરી આપે છે.
ધ્યાન એ અગ્નિ છે! કર્મોને બાળવા માટે અગ્નિની જરૂર છે. આ માટે
For Private And Personal Use Only