________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૪૯ પુત્રવધૂને કે પુત્રને સુધારી શકવાના છો? તો પછી શા માટે ક્લેશ કરવો?
વહુ બહારથી આવે તો કહે “મોડું કેમ થયું? “૧૫ ને બદલે ૨૦ મિનિટ કેમ થઈ? આ કોણ આવ્યું? આ કોણ ગયું?' આવી ટકટકથી બાઈ તો કંટાળી ગઈ. તેણે પોતાના પતિને ટાઈટ કર્યો. “મને તમારા પિતાની આવી ટક ટક પસંદ નથી.. આવું નહિ ચાલે... દુકાન છે કે નહિ? દુકાને બેસે, ફક્ત ભોજન કરવા ઘેર આવે!' દિકરાએ પિતાજીને કહ્યું : “આપ દુકાન પર બેસો તો?” બાપે કહ્યું: “તું મને કહેનાર કોણ? હું બધું સમજું છું!' દીકરાએ કહ્યું : “બીજું કાંઈ નહિ, પણ આ પિયર ચાલી જશે, તો રોટલા ઘડશે કોણ?'
છેવટે નિર્ણય એવો લેવાયો કે “દુકાન પર નહિ ને ઘરમાં પણ નહિ! પરંતુ ઘરના પાછળના વાડામાં એક ઓરડો છે, air proof! હવા જ ન આવે તેવો! તેમાં ખાટલો નાખ્યો ને આપી એક ઘંટડી, કોઈ કામ હોય તો ડોસાએ ઘંટડી વગાડવાની!
હવે દીકરાને ઘેર દીકરો થયો. ડોકરા અને છોકરાનો મેળ સારો જામે! નાના છોકરા ડોસાને વધુ પસંદ કરે! મમ્મી કરતાં દાદાને વધુ પસંદ કરે! છોકરો નાનો હતો, તે વારંવાર દાદાની ઓરડીમાં જાય છે. ડોસાને તેથી સમય પસાર થતો અને છોકરાને રમવાનું મળતું! તમને “વ્યાજ વધુ વહાલું લાગે ને? મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું લાગે ખરું ને?
છોકરો થોડો સમજણો થયો. એક વખત તેણે દાદાને પૂછ્યું : “દાદા! આ ઘંટડી શા માટે રાખી છે?”
દાદાએ કહ્યું તારા પપ્પાએ આપી છે. મારે કામ પડે ત્યારે વગાડવાની!' છોકરાને થયું કે “મારા પપ્પા ડોસા થશે ત્યારે મારે પણ આવી ઘંટડી આપવી પડશે!”
છોકરો પૂછે છે, “મારા પપ્પા ડોસા થશે?” દાદાએ કહ્યું, “હા.”
ત્યારે છોકરાને મનમાં થયું કે “તે વખતે મારે ઘંટડી લાવવી ક્યાંથી? લાવને, આ જ ઘંટડી સંતાડી દઉં! એક દિવસ તેણે ઘંટડી લઈ લીધી અને કબાટમાં મૂકી દીધી. બાળમાનસ ઉપર કેવી અસરો પડે છે, તે સમજાય છે?
For Private And Personal Use Only