________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન કેવળજ્ઞાન દુર્લભ છે! આપણે જેને જોઈ શકતા નથી; જેનું પ્રત્યક્ષીકરણ કરી શકતા નથી, તેને શાસ્ત્ર પ્રત્યક્ષ કરી, શાસ્ત્રોના આધારે વિશ્વાસે માન્ય કરી, તે માટે પુરૂષાર્થ કરવો જોઈએ. જ્ઞાની પુરૂષોએ પુરૂષાર્થની પદ્ધતિ બતાવી છે. મોક્ષસુખની કોઈ ઉપમા નથી ?
મોક્ષમાં સુખ અનન્ત છે. તે કેવું છે? એની કલ્પના નહીં કરી શકો... તમે પૂછો-“મીઠાઈ કે માખણ જેવું સુખ છે?” “ના” તમે કહો-“સુંદરમાં સુંદર મનગમતાં કપડાં પહેરીએ અને જે સુખ થાય તેવું છે?' 'ના!'
ખૂબ જ મનપસંદ પત્ની મળી ગઈ. ફિલ્મ-એકટ્રેસ જેવી! તેનાથી મળતા સુખ જેવું તે સુખ હશે?' “ના?'
આ બધાં તો તુચ્છ સુખો છે! મોક્ષના સુખનું એક બિંદુ પણ નહીં! અરે, તમે જેને સુખ કહો છો તે તો સુખ જ નથી! સુખાભાસ છે! પછી મોક્ષસુખની તુલના એની સાથે થાય જ કેવી રીતે? તે સુખ લૌકિક સુખોથી ન્યારું છે. મોક્ષસુખની ઝાંખી કેવી રીતે થાય?
લૌકિક-ભૌતિક સુખોનો ત્યાગ કર્યા વિના લોકોત્તર સુખની સામાન્ય ઝાંખી પણ થવી સંભવ નથી! કરિયાતવાળા કે ક્વિનાઈનવાળા મુખથી સાકરનો સ્વાદ અનુભવાય? તે અનુભવ કરવા માટે મોટું સાફ કરવું પડે ને? તેમ ભૌતિક સુખોથી તન-મનને અળગાં કરો. સ્વચ્છ કરો; પછી જ મોક્ષસુખના સ્વાદની વાત કરો! મોઢામાં વિનાઈનની ગોળી રાખીને પ્રસન્ન કરો : સાકરનો સ્વાદ કેવો મીઠો હોય? તો એ પ્રશ્ન અનુચિત છે, તેમ તમારે ભૌતિક સુખોમાં મહાલવું છે અને પૂછવું છે : “મોક્ષનું સુખ કેવું હોય?” શું આ મૂર્ખતા નથી? સિદ્ધ શબ્દના પર્યાયઃ
“સિદ્ધ' પરમાત્માના પર્યાયવાચક બીજાં નામો છે : ૧. સિદ્ધ એટલે કર્મથી સર્વથા મુક્ત. ૨. બુદ્ધ એટલે સમગ્ર વિશ્વને ચરાચર વિશ્વને જાણનાર. (બુદ્ધ = જાણવું. જેમણે વિશ્વનું સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કરેલું છે.)
૩. પારંગત સંસારનો પાર પામેલા. સંસારમાં હવે કોઈ પ્રયોજન નહિ! સંસારનું કોઈ કામ શેષ નહીં.
For Private And Personal Use Only