________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૪૩ હૃદય કોમળ છે. તેમ કમળ પણ કોમળ છે. એક સમાનતા કોમળતાની છે. જે હૃદયમાં ધ્યાન કરવું છે, જે હૃદયથી ધ્યાન કરવાનું છે તે હૃદય કોમળ હોવું જોઈએ; કઠોર નહિ, કૂર નહીં. ક્રૂર અને કઠોર હૃદય ધ્યાન નથી કરી શકતું; કારણ કે એ સ્થિર નથી બની શકતું. ક્રૂર અને કઠોર હૃદય ચંચલ, અસ્થિર અને અસ્વસ્થ હોય છે.
બીજી સમાનતા નિર્લેપતાની છે. કમળ નિર્લેપ રહે છે, કાદવ-કીચડમાં તે ઉત્પન્ન થાય છે, પાણીમાં તે મોટું થાય છે, છતાં કાદવ અને પાણી-બન્નેને છોડી અધ્ધર રહે છે! કાદવમાં પેદા થયું, પાણીમાં પોષાયું અને બન્નેને ત્યજીને અલિપ્ત રહ્યું
આપણી ગર્ભાવસ્થા ક્યાં વીતી? કીચડમાંને? ઊછર્યા કેવી રીતે? માના દૂધથી! આ બન્ને છોડીને હૃદયની ઉપરની સ્થિતિમાં પહોંચી જવાનું! જાણે કમળ હૃદયને કહે છે : “મારા જેવું બન-જ્યાં જન્મ્યો, તેનો વિચાર છોડી દે, જેનાથી પોષાયો, તે ખાનપાનનો વિચાર છોડી દે.'
કમળના પાન પર પાણી નાંખો, પાણી નીચે સરકી જશે! તેમ હૃદયને વિષય-વાસનાનો સ્પર્શ થતાં જ તે સરકી પડવી જોઈએ. જેના પર વાસનાનું પાણી ટકે નહિ, વિકલ્પનું પાણી ટકે નહિ, તે હૃદય કમળ કહેવાય! હૃદયકમળ નવપદનું નિવાસસ્થાન બને! હૃદયમાં કમળની કલ્પના :
હૃદયને અપવિત્ર કરનાર કોણ છે? વિકલ્પ અને વાસના! અસંખ્ય વિકલ્પવાસનાઓથી મલિન બનેલા હૃદયમાં નવપદનું ધ્યાન ન થઈ શકે. વિકલ્પવાસનાઓથી અલિપ્ત હૃદય જ નવપદજીનું નિવાસસ્થાન બની શકે. હૃદયમાં ધ્યાન ધરવાનું છે. હૃદય-કમળમાં ધ્યાન ધરવાનું છે. કલાકાર કમળને બનાવી શકે. હૃદય-કમળની કલ્પના કરવી તે સામાન્ય વાત નથી. તે માટે અભ્યાસ જોઈએ.
આંખો બંધ કરો, ખીલેલું કમળ જૂઓ.... ધીમે ધીમે નજીક લાવો. હૃદય પાસે લાવો... પછી હૃદય અને કમળનો અભેદ થાય! બન્ને અભિન્ન થાય. આઠ પાંખડીવાળું કમળ.... વચમાં કર્ણિકા.... સિદ્ધનો લાલ વર્ણ :
અરિહંતનું ધ્યાન સફેદ રંગમાં કરવાનું છે. સિદ્ધનું ધ્યાન લાલ રંગમાં
For Private And Personal Use Only