________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન જોવા, પછી ચિંતન કરવું કે કેટલા અતિશય? કેટલા પ્રાતિહાર્ય? આ બધું ચિંતવ્યા પછી તેઓ માર્ગદર્શક, સાર્થવાહ, નિર્ધામક તેમજ ગોપાળ છે-તે ચિંતન કરવાનું. પછી તેઓ ઇન્દ્રિય-વિજેતા, રાગ-દ્વેષ વિજેતા; પરિષહ વિજેતા, ઉપસર્ગ વિજેતા... વગેરે ચિંતન કરવાનું.
એવી રીતે “ભય-વિજેતા'ના સ્વરૂપમાં પણ પરમાત્માનું ધ્યાન ધરી શકાય. “નમો નાં નિમાયા' બોલો છો ને? “નમોત્થણ” માં “નમો જિહાણ, જિઅભયાણ આવે છે ને? પહેલાં તો ખૂબ જાપ કરો, જાપમાંથી ચિતન ચાલુ થશે. પછી ગાડી દોડશે! ધ્યાનમાં લીન થશો! જાપથી ચિંતન, ચિંતનથી ધ્યાન.
નમો અરિહંતાણ!કેટલો સરળ ઉચ્ચાર! નાનું બાળક પણ બોલી શકે, એક પણ અક્ષર સંયુક્ત નહીં, કેટલી સરળતાથી બોલી શકાય છે!
“નમો અરિહંતાણં એ તો પંડિંગ છે; તેમાં ઉત્તમ માલ છુપાયો છે. કદી નવકારમંત્રનું પેકેટ ખોલ્યું છે ખરું? તે મહાનું અર્થથી ભરપૂર છે. તેવા જ મહાન્ અર્થથી ભરપૂર લોગસ્સ સૂત્ર, નમોલ્યુર્ણ સૂત્ર છે; એ ઓછાં મહત્ત્વનાં નથી. એ તો આજે કોઈ સાધના કરતા નથી, આરાધના કરતા નથી, મનુષ્ય જો આ ક્ષેત્રમાં પ્રવેશ કરે તો તેને સંસારની આળપંપાળ કરવી ન પડે.
ચૌદ વર્ષનો એક છોકરો હતો. ભણવામાં હોઠ. બાપે દીક્ષા લીધી. સાથે છોકરાને પણ દીક્ષા અપાવી. દીક્ષા બાદ કાંઈ ભણ્યા નહીં, ખૂબ જ ખાય, ખૂબ જ ઊંઘે. ભણવાનું નામ નહીં. ગુરૂ મહારાજને ચિંતા થઈ કે આ ભણતો નથી, જ્ઞાન વગર નું શું થશે?
આમ એક-બે વર્ષ ગયાં. “નમોલ્યુશંકલ્પ' નામનો ગ્રંથ મળ્યો. તે ગ્રંથમાં એવી વાતો પ્રાપ્ત થઈ કે ગુરૂ મહારાજે એની સાધના કરાવી. એ મુનિએ સાધના કરી. એ મુનિ સારા વિદ્વાન બની ગયા. સાધનાનો માર્ગ ધ્યાન આધારિત
ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી અરિહંતનું ધ્યાન ધરવાનું છે. અરિહંત-પદની ૨૦ માળા ફેરવવાની છે. પદ્માસન કે પછી સુખાસનમાં બેસવાનું. આસન-મુદ્રાદિશા વગેરેનું લક્ષ રાખવાનું.
બહાર જાપ! અંદર ધ્યાન કમળ-કણિકામાં અરિહંતપરમાત્માની સ્થાપના કરી તેમની આરાધના-ઉપાસના કરવાની છે.
For Private And Personal Use Only