________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ઉપદ્રવ. દેવો તરફથી, માનવો તરફથી અને પશુઓ તરફથી એમ ત્રિવિધ ઉપસર્ગો હોય છે. ગમે તેવા ઉપસર્ગો આવે છનાં પરમાત્મા મેરૂની જેમ અડોલ, નિર્ભય અને નિશ્ચલ રહે! પરમાત્મા મહાવીરસ્વામીનું જીવન જાણો છો ને? સાડા બાર વર્ષ સુધી કેટલા ઉપસર્ગ સહ્યા? “ઉપસર્ગ-વિજેતા' રૂપે પરમાત્માનું ધ્યાન ધરવાનું છે. અષ્ટ પ્રાતિહાર્ય
તીર્થંકર પરમાત્માની આઠ પ્રાતિહાર્યની શોભા અદ્ભુત હોય છે! આપણે પ્રત્યક્ષ ન જોઈએ તો જ્ઞાનદષ્ટિથી તે જોઈએ!
સમવસરણમાં વિશાળ અશોકવૃક્ષની છાયા હોય છે. પરમાત્માની ઉપર ત્રણ છત્ર હોય અને મસ્તકની પાછળ દેદીપ્યમાન ભામંડલ હોય છે. પરમાત્મા મણિમય સિંહાસન પર આરૂઢ થયેલા હોય છે, અને બે બાજુ દેવો ચામર ઢાળે છે. આકાશમાં દેવો પુષ્પવૃષ્ટિ કરે છે. દુંદુભિ બજાવે છે, અને દિવ્યધ્વનિ થાય છે!
કેવું અદૂભુત વાતાવરણ! કેવા અદ્દભુત પ્રભાવવંતા પરમાત્મા! અને કેવી દિવ્ય મહિમાવાળી પ્રભુની વાણી! આવા રમણીય અને પ્રસન્ન વાતાવરણમાં બેસીને ધર્મનો ઉપદેશ સાંભળવાનો કેવો અપૂર્વ આનંદ આવે! આપણું દુર્ભાગ્ય છે કે આપણે અઢી હજાર વર્ષ મોડા જમ્યા આ ભારતમાં... એ પ્રભુના કાળમાં જન્મ્યા હોત પ્રભુના ચરણે જીવન સમર્પિત કર્યું હોત તો...?
અષ્ટ પ્રાતિહાર્યથી યુક્ત અરિહંત પરમાત્માનું ધ્યાન ધરવાનું છે. ચાર અતિશય :
જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયાપગમ-અતિશય ભગવંતના આ ચાર વિશિષ્ટ પ્રભાવ છે.
આ ચાર અતિશયો છે. ચાર અતિશય અને આઠ પ્રાતિહાર્ય, મળીને અરિહંતના બાર ગુણો થાય છે. અરિહંતનું ધ્યાન કરવાની રીત:
અરિહંતનું ધ્યાન ધરવાનું છે ને! આપણે જ્યારે વિસ્તારપૂર્વક (in detail) તેમનું સ્વરૂપ સમજતા હોઈએ તો હૃદયરૂપી કમળમાં તેમને બિરાજમાન કરીને ધ્યાન ધરી શકીએ. પહેલાં કમળની મધ્યમાં અરિહંતને બિરાજમાન કરવા, તેમને શ્વેત વર્ણના
For Private And Personal Use Only