________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
શ્રી અરિહંત પરમાત્મા મોક્ષનો માર્ગ બતાવનારા છે, એટલું જ નહિ, અર્થાત્ ધર્મનું જ્ઞાન દઈને, ઉપદેશ દઈને મોક્ષમાર્ગ બતાવી દીધો, એમ નહીં, આ રસ્તે સીધા જવું, ડાબી બાજુ જવું, જમણી બાજુ જવું–આમ બતાવીને તે ભાગી જતા નથી, પરંતુ તેઓ જીવોને સાથ પણ આપે છે! “કંપની' આપે છે! “લિફ્ટ' આપે છે... માટે તેઓ સાર્થવાહ છે. અરિહંત પરમાત્મા : સાર્થવાહ :
કોઈ વેપારીને એક નગરે જવું છે; પરંતુ જંગલમાંથી પસાર થવાનું છે. સાથે હાથી, ઘોડા, સ્ત્રી, પુરૂષો છે, તમારે પણ એ નગરે જવું છે. એ જ્યારે તમને કહેઃ “ચાલો અમારી સાથે, અમે રસ્તો બતાવીશું, અમે જઈએ છીએ.' તમે વેપારીની સાથે જાઓ, તો એ તમારી ચિંતા કરેને? તેમ તીર્થંકર ભગવાન ભવાટવીમાં જીવોને સાથ આપે છે. સથવારો આપે છે. માર્ગનું જ્ઞાન આપવા. સાથે સાથે પણ આપે છે. માર્ગ છે એટલે મુશ્કેલીઓ આવે, ડાકુ-લૂંટારા આક્રમણ કરે, જંગલી પશુ પણ ધસી આવે... તો તે વખતે રક્ષણ કરનારા આપણું રક્ષણ કરે જ. તો!! આપણે સાથ ત્યજી દઈએ અને એકલા ભટકીએ.... ત્યાં જંગલી પશુ આપણને ખતમ કરી નાખે, તેમાં સાર્થવાહ દોષિત નથી; સાથે રહીએ તો જરૂર રક્ષા કરે જ.
કુમારપાળ મહારાજાએ અરિહંત ભક્તિનું એક સ્તોત્ર બનાવેલું છે, તેમાં તેઓ કહે છે -
भवाटवीलंधन-सार्थवाहं त्वामाश्रितो मुक्तिमहं यियासुः ।
कषायचीरैर्जिन! लुप्यमानं रत्नत्रयं मे तदुर्पक्षसे किम्? કુમારપાળ કહે છે કે “હે ભવ-અટવીના સાર્થવાદરૂપ જિનેશ્વર દેવ! મુક્તિએ જવાની ઇચ્છાવાળા એવા મેં આપનું શરણ લીધેલું છે; મારાં ત્રણ રત્નસમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન ને સમ્યફચારિત્ર કષાયરૂપી ચોર લૂંટી લઈ જાય છે... છતાં આપ શા માટે ઉપેક્ષા કરો છો? આપ મને બચાવો...
સાર્થવાહની સાથે જનારા મનુષ્યો એ અપેક્ષા રાખતા હોય છે કે અમને ચોર-ડાકુઓથી અને જંગલી પશુઓથી સાર્થવાહ બચાવે; પણ સાર્થવાહને છોડી તમે બીજી બાજુ ચાલો, પછી જંગલી પશુ ખલાસ ન કરે તો શું કરે? ચોર ડાકુઓ તમને લુંટે નહીં તો શું તમારી આરતી ઉતારે? આમ અરિહંત ભગવાન માર્ગદર્શક તથા સાર્થવાહ છે.
For Private And Personal Use Only