________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન ખરી? ધ્યાન ધરવું એટલે શું કરવું, શું વિચારવું? શાનું ચિંતન કરવું? એ માટે પહેલાં ધ્યાનની પ્રક્રિયા સમજવી જોઈએ. તે પ્રક્રિયા સમજતાં પહેલાં જેમનું જે અરિહંત ભગવાનનું ધ્યાન કરવું છે, તેમની ઓળખ કરવી પડશે. એ ઓળખાણથી એમના પ્રત્યે આપણને એવો રાગ-અનુરાગ-સ્નેહ પેદા થાય કે આપણે તેમની સામે જોઈએ કે આપણે ધ્યાનમગ્ન થઈ જઈએ! જેના પર ખૂબ જ રાગ હોય, તેની સામે જોતાં તેનામાં લીન બની જવાય છે.
આ છે પ્રેમની પરાકાષ્ઠા! તે પરાકાષ્ઠા મૌનમાં પરિણમે છે. અરિહંતની સારી ઓળખ થાય, તેમના તરફ એટલો પ્રેમ પેદા થાય કે આપણે તેમની સામે જોતાં જ તન્મય બની જઈએ.
શું તમે દાળ રોટીનો વિચાર કરો છો? તે તો અત્યંત પરિચિત છે. પછી તેનો વિચાર શો? પરિચય પછી વિચાર નથી રહેતો. તેવી રીતે અરિહંતનો ગાઢ પરિચય છે? જો છે, તો તેમના માટે વિચાર કરવાનો રહેતો નથી. અરિહંત' ને ઓળખો:
આવશ્યક સૂત્ર છે, તેના ઉપર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ટીકા લખી છે, તે ટીકામાં “નમસ્કાર નિયુક્તિ છે; તે નિર્યુક્તિમાં અરિહંત-પરમાત્માની વિશિષ્ટ ઓળખ કરાવવામાં આવી છે. તે જો વાંચો તો અરિહંત પરમાત્માની અનેક ઉચ્ચતમ વિશેષતાઓનું જ્ઞાન થાય; જે આપણી કલ્પનામાં ભરી ન શકાય! આપણી કલ્પનાસૃષ્ટિ નાની છે. આપણી કલ્પનાનાં ૧૦-૧૨ એકરના સરોવરમાં અરિહંત ભગવંતના મહિમાનું અનંત-અગાધ પાણી ભરવા પ્રયત્ન કરીએ તો તે overflow ઉપરથી વહેવા લાગે! એવો અનંત પ્રભાવ, અનંત મહિમા પરમાત્માનો છે.
કલ્પના સીમિત છે, પરમાત્માનો મહિમા અસીમિત-અનંત-અપાર છે! સીમિત કલ્પનાથી એ કેમ સમજાવાય? પરંતુ કોઈ ને કોઈ દૃષ્ટિબિંદુ લઈને અરિહંત પરમાત્માનો પરિચય કરવો જ રહ્યો.
અરિહંત પરમાત્માની ઓળખાણ કરાવતાં આચાર્ય ભગવંત કહે છે કે આ સંસાર (ચૌદ રાજલોક) એક ભયંકર અટવી-જંગલ છે, તેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ; જ્યાં રોડ નહિ, સીધો રસ્તો નહિ; જે જંગલમાંથી રોડ જતો હોય, તેને અટવી કહેવાય? અટવી એટલે? જ્યાં કોઈ પુરૂષનાં પદચિહ્ન ન મળે. માર્ગ ન મળે તેવી આ સંસારરૂપી અટવી છે. તેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ.
ક્યાં જઈ રહ્યા છીએ? ચૌદ રાજલોકને અંતે સિદ્ધશિલા તરફ જઈ રહ્યા છીએ ને? માર્ગદર્શક વિના કેવી રીતે ત્યાં પહોંચીશું? માટે કોઈ માર્ગદર્શક તો જોઈએ ને?
For Private And Personal Use Only