________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વ્યાખ્યાન ત્રીજું
)
અરિહંત પદ પરમ ઉપકારી આચાર્યભગવંત શ્રી રત્નશેખરસૂરિજી મહારાજે “સિરિ સિરિવાલ કહા” નામનો ગ્રંથ રચ્યો. શ્રીપાળચરિત્ર-શ્રીપાળની કથા તેમણે લખી. ધ્યાન : હદયકમળમાં :
ગ્રંથના પ્રારંભમાં એમણે કહ્યું : “મારા હૃદયરૂપી કમળમાં અરિહંત આદિ નવપદોનું ધ્યાન ધરીને હું શ્રી સિદ્ધચક્રનો મહિમા કાંઈક બતાવીશ.”
આમ જોઈએ તો એમણે બહુ સરળ અને સામાન્ય વાત કહી લાગે છે. પરંતુ તેના પર વિચાર કરવામાં આવે તો તે સામાન્ય વાત નથી. હૃદયકમળમાં અરિહંત ભગવાનનું ધ્યાન ધરવાનું એમણે કહ્યું. “જ્ઞાના’ કહ્યું. પરંતુ મૃત્વા” ન કહ્યું. “સ્મરીને,' “સ્મરણ કરીને,' ન કહ્યું, પણ “ધ્યાન ધરીને કહ્યું તે ધ્યાન
જ્યાં ત્યાં કરવાનું નહીં, પણ હૃદય-કમળમાં! કોઈ સામાન્ય કમળ નહિ, તળાવમાં પેદા થતાં કમળ નહીં, પણ હૃદયરૂપી કમળ બતાવ્યું તે કમળમાં તેમણે નવપદનું ધ્યાન ધર્યું તો ધ્યાન ધરવાની શી જરૂર હતી?
શ્રી સિદ્ધચક્રનો મહિમા બતાવવો છે; તે શ્રી સિદ્ધચક્રનો મહિમા-પ્રભાવ અને સ્વરૂપ બતાવવા પોતે આરાધક બન્યા. પોતાને આરાધક બનવું સરળ છે, પણ બીજાને આરાધક બનાવવા કઠિન છે. તે કઠિન કાર્ય સરળ બનાવવા તેમણે શ્રી સિદ્ધચક્રનું શરણ સ્વીકાર્યું જાણે તેઓએ શ્રી સિદ્ધચક્રજીના ચરણે અંત:કરણથી પ્રાર્થના કરી ન હોય! “હે સિદ્ધચક્રજી આપની આરાધના દ્વારા આપનું ધ્યાન ધરીને, એવી શક્તિ મેળવવા ઇચ્છું છું કે દુનિયાના જીવોને હું મોક્ષમાર્ગના આરાધક બનાવી શકું!”
હૃદયકમળની કલ્પના કરીને તેના મધ્ય ભાગમાં જેને “કર્ણિકા' કહે છે, તેમાં અરિહંતની ધારણા કરી, અરિહંતનું ધ્યાન ધરવાનું છે. બે પાંચ મિનિટ નહીં; કલાક, બે કલાક ધરવાનું છે. ધ્યાનમાં શું કરવાનું? ધ્યાન કેવી રીતે કરવાનું? ધ્યાનમગ્ન થવાનો ઉપાય : હું તમને કહું કે “આ ચોપડી લો, વાંચી નાખો.” તો ધ્યાનની રીત સમજાશે
For Private And Personal Use Only