________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સંસારસાગરમાં નાવિક :
કોઈ કહે કે મારી માર્ગ “સમુદ્રનો છે, તો અરિહંત ભગવાન નાવિક છે! ભવસાગરથી તારનારા છે. સમુદ્ર-માર્ગે મુસાફરી કરનારા કોના પર નિર્ભર રહે છે?
સંસાર સાગર છે. ભયંકર તોફાની સાગર છે. સંસાર સાગરની ભયાનકતા જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એને જલદી તરી જવાની તમન્ના ન જાગે અને નાવિકનું મહત્ત્વ ન સમજાય.
સમુદ્રમાં તોફાન આવે, નૈયા જ્યારે ઊછળે, નૈયામાં બેસનાર ગભરાયેલાં હોય. ‘શું થશે?” “શું થશે?' એમ પોકાર કરતા હોય, ત્યારે કપ્તાન કહે, ‘ચિંતા ન કરો, તમને ડૂબવા નહીં દઉ... પણ ધ્યાન રાખો;નૈયામાંથી બહાર ન કૂદી પડતા; ગમે તેટલી આંધી આવે, ગમે તેવું તોફાન આવે તોય હું રક્ષા કરીશ!' જે નૈયામાં બેસી રહે છે, જે ગભરાતો નથી, તેનું તે રક્ષણ કરે છે.
જેમ ભવ અટવી છે તેમ ભવ “સાગર” છે. ભવ અટવીમાં પરમાત્મા માર્ગદર્શક તથા સાર્થવાહ છે, તેમ ભવ સાગરમાં જહાજના કપ્તાન છે! નાવિક છે! ભવજંગલમાં રખેવાળ અરિહંત ઃ
પરમાત્મા ભવ-જંગલમાં મહાગોપ છે. રખેવાળ છે. ગોવાળ પશુઓનું એક બાજુ ઊભો રહી, નજર ફેરવતો રક્ષણ કરે છે. જંગલી પશુઓથી બકરાં, ઘેટાં, ગાય, ભેંસ વગેરેને બચાવવા પ્રયત્ન કરે છે. સંસારમાં આધિ, વ્યાધિ; ઉપાધિ જન્મ, જરા, મૃત્યુ વગેરે જંગલી પશુઓ છે. અત્યારે તમને ક્યાં ક્યાં પશુઓએ પકડેલા છે? માલુમ છે? આધિ, વ્યાધિ ઉપાધિ શું છે? મૃત્યુ શું છે? લાગે છે આ બધાં જંગલી પશુઓ? એ પશુઓથી બચવાની ઇચ્છા છે? અરિહંત પરમાત્મા આવાં જંગલી પશુઓથી જીવોનું રક્ષણ કરે છે પણ જો તેમની આજ્ઞામાં રહીએ તો!
જેમ ભરવાડને લાગે કે “ભય છે, થોડો અવાજ કરે, તો એકદમ બધા પશુઓ તેની પાસે દોડી આવે! તેમ ભયથી ભરેલા સંસારમાં અરિહંત ભગવાન
જ્યારે બોલાવે કે “આ બાજુ આવો,” તો કઈ તરફ દોડી જાઓ? પરમાત્મા તરફ કે ચાંદની ચોક તરફ? પરમાત્મા જિનેશ્વરદેવ આપણા રક્ષક છે, એ સમજાયું છે?
એક રક્ષક બીજા જીવની રક્ષા ક્યારે કરી શકે? જ્યારે બીજો જીવ પોતાની રક્ષા ચાહતો હોય! તમે તમારી રક્ષા ચાહતા જ ન હો તો બીજો તમારી રક્ષા
For Private And Personal Use Only