________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી નવપદ પ્રવચન
૩. પરમાત્મા પાંચેય ઇન્દ્રિયોના વિજેતા છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
પાંચ ઇન્દ્રિયોમાંથી એક પણ ઇન્દ્રિય પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ જતી નથી, માટે ઇન્દ્રિય-વિજેતા!
જ્યારે ધ્યાનની વાત આવશે, ત્યારે કેવી રીતે અને ક્યા હેતુથી ધ્યાન ધરવાનું છે, તે બતાવીશ, હમણાં તો material માલ સપ્લાય કરૂં છું! એ માલને કેમ apply - કરવો, કેવી રીતે વાપરવો તે પછી સમજાવીશ. ધર બનાવવા માટે જેમ ઇંટ, સિમેન્ટ વગેરે materials એકઠાં કરવામાં આવે છે ને! તેમ આ તો materials આપવામાં આવે છે, તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો, તે પછી દર્શાવવામાં આવશે.
૫૨માત્મા ઇન્દ્રિય-વિજેતા છે. જેમ આપણને પાંચ ઇન્દ્રિયો છે, તેમ પરમાત્માને પણ પાંચ ઇન્દ્રિયો હતી. પરંતુ તેઓ ઇન્દ્રિયોના વિજેતા બન્યા.... આપણે ઇન્દ્રિયોના ગુલામ બન્યા છીએ.
ઇન્દ્રિયોના બે પ્રકાર છે : પુદ્ગલમય જડ ઇન્દ્રિયને ‘દ્રવ્યેન્દ્રિય' કહે છે, આત્મિક પરિણામરૂપ ઇન્દ્રિય ‘ભાવેન્દ્રિય' કહેવાય છે.
દ્રવ્યેન્દ્રિયના પણ બે પ્રકાર છે : (૧) નિવૃત્તિ, અને (૨) ઉપકરણ.
શરીર પર ઇન્દ્રિયોની આકૃતિ દેખાય છે ને? તે પુદ્ગલસમૂહની વિશિષ્ટ રચનાઓ છે, અને તે જ નિવૃત્તિ ઇન્દ્રિય! નિવૃત્તિ-ઇન્દ્રિયની બહાર અને અંદરની પૌદ્ગલિક શક્તિ તે ઉપકરણ-ઇન્દ્રિય!
ભાવેન્દ્રિયના બે પ્રકાર છે : (૧) લબ્ધિ-ઇન્દ્રિય, અને (૨) ઉપયોગઇન્દ્રિય. મતિ-જ્ઞાનાવરણ આદિ કર્મનો ક્ષયોપશમ તે લબ્ધિ ઇન્દ્રિય! આ એક પ્રકારનું આત્મિક પરિણામ જ હોય છે.
ઉપયોગ-ઇન્દ્રિય કોને કહેવાય? જાણો છો? લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણએ ત્રણના મળવાથી શબ્દ-રૂપાદિ વિષયોનો જે બોધ થાય તેને ઉપયોગ ઇન્દ્રિય કહેવાય છે.
For Private And Personal Use Only
શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોનો બોધ અને ભોગ આપણે ઇન્દ્રિયોથી કરીએ છીએ. ઇન્દ્રિયોની સાથે મન જોડાયેલું છે ને? આત્મા ઇન્દ્રિયો અને મન દ્વારા પાંચ પ્રકારના વિષયોમાં ભટક્યા કરે છે અને ઘોર પાપ કર્મ બાંધ્યા કરે છે. ઇન્દ્રિય વિજેતારૂપે શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન કરો. પરંતુ એ તો કહો કે તમારે ઇન્દ્રિય વિજેતા બનવું છે ખરું ? જો બનવું હોય તો એનો આ અમોધ ઉપાય છે. ઇન્દ્રિય-વિજેતારૂપે પરમાત્માનું ધ્યાન ધરવું.