________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ભલે તેની સાથે લડે! દીકરો ખૂબ જ અવિવેકી હોય; છતાંય તેના પ્રત્યે રાગ! શ્રેણિકને કોણિક પ્રત્યે રાગ હતો ને? તે સ્નેહ રાગ!
દૃષ્ટિ-રાગ એટલે પોતપોતાના દર્શન (મિથ્યા-મત) પ્રત્યે રાગ. જેમ વેદાંતીને વૈદિક દર્શન પ્રત્યે રાગ, બૌદ્ધોને બૌદ્ધ દર્શન પ્રતિ રાગ! આ ત્રણેય પ્રકારના અપ્રશસ્ત રાગથી પાપકર્મનો બંધ થાય છે. પરમાત્માએ પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ તથા દૈષ પર વિજય પ્રાપ્ત કર્યો છે. નથી તેમને રાગ કે નથી !
પ્રશસ્ત રાગ એટલે અરિહંત પરમાત્મા પર રાગ. તેમના શાસન પર રાગ, તેમના સંઘ પર રાગ... અર્થાત્ જે રાગ કરવાથી પુણ્યકર્મ બંધાય.
જ્યાં સુધી આત્મા વીતરાગ ન બને; ત્યાં સુધી આ પ્રશસ્ત રાગ તો કરવાનો જ. અરિહંતે બન્ને પ્રકારના રાગ મિટાવ્યા, વિજય મેળવ્યો તેથી તેઓ રાગવિજેતા. ૨. પરમાત્મા દ્વેષવિજેતા છે.
દ્વેષ બે પ્રકારના છે : પ્રશસ્ત દ્વેષ ને અપ્રશસ્ત દ્વેષ. પ્રશસ્ત કેક એટલે કરવા જેવો અને અપ્રશસ્ત દેષ એટલે ન કરવા જેવો. હા, દ્વેષ પણ કરવા જેવો હોય છે! પાપો પ્રત્યે કરવાનો..તે દ્વેષ ધૃણા કરો તો પાપ ન બંધાય.... જેમ-“આ વિષય-કષાયનાં પાપ કેવાં ભયંકર છે ભવોભવ મને ભટકાવનારાં એ પાપોને કચરી નાખું. નષ્ટ કરી દઉં...” આમ દાંત કચકચાવીને બોલો જોઈએ? પણ ના, તમને પાપો તરફ દાંત કચકચાવતાં નથી આવડતા..! જીવો પ્રત્યે જ દાંત કચકચાવીને દ્વેષ કરોને?
સમ્યક્તને મલિન કરનાર અતિચારો પર અરુચિ છે? અશ્રદ્ધા તરફ અરૂચિ છે? દુષ્યારિત્ર પર ધૃણા છે? હિંસા, જૂઠ, ચોરી તરફ દ્વેષ છે? પાપો તરફ દ્વેષ, ધૃણા, તિરસ્કાર તે પ્રશસ્ત દ્વેષ છે.
અરિહંત પરમાત્મા, પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ તથા દેષના વિજેતા છે. ક્રોધ, માન, માયા કે લોભ-એમને કાંઈ પણ નહિ! ગોશાળાએ આવીને ભગવાનને ગાળો દીધી તો ભગવાનને તેના પ્રત્યે દ્વેષ ન થયો, અને સમવસરણમાં સૂર્યચંદ્ર વંદનાર્થે આવ્યા તો ભગવાનને તેમના તરફ રાગ ન થયો! જ્યારે આપણી તો કેવી કંગાલ સ્થિતિ છે? ઇન્દ્ર નહીં, ઇન્દ્રનો ખૂન (ચપરાશી) પણ જો ભક્ત થઈ જાય તો? ખુશ ખુશ! કેમ બરાબરને? બેડો પાર થઈ જાયને? કામ હો જાય, નામ હો જાય! આપણી કેવી રાગાંધ સ્થિતિ અને તારક ૫રમાત્માની કેવી વિતરાગ-અવસ્થા! પરમાત્મા રાગ-વિજેતા છે, દ્વેષ-વિજેતા છે.
For Private And Personal Use Only