________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું અરિહંત મોક્ષમાર્ગદર્શક :
અરિહંત પરમાત્મા માર્ગદર્શક-મોક્ષમાર્ગ બતાવનારા છે! મોક્ષનો માર્ગ બતાવનાર એટલે અચલ. અક્ષય... અનંત... અવ્યાબાધ સ્થાનનો રાહ બતાવનાર. મોક્ષમાર્ગ બતાવનારા એટલે જ્યાં પરમ સુખ અને પરમ શાંતિ છે, ત્યાં જવાનો માર્ગ બતાવનારા! માર્ગ બતાવનારનું મહત્ત્વ કોને સમજાય? જે જંગલમાં-અટવીમાં ભૂલ્યો પડ્યો હોય તેને ને? રસ્તો જડતો ન હોય, વાઘ, વરૂ આદિ હિંસક પ્રાણીઓનો ડર હોય ત્યારે કોઈ માર્ગ બતાવનાર મળી જાય તો? ત્યારે કેટલો આનંદ થાય? ભવવનમાં ભટકી રહ્યા છીએ :
તમે જંગલમાં ક્યારેક ભૂલા પડ્યા છો? માર્ગ બતાવનાર કોઈ મળ્યો હતો? તે વખતે તમને કોઈ અનુભવ થયો હતો? અમને તો ખૂબ અનુભવ થાય! કારણ કે અમારે તો જંગલો જ ખૂંદવાનાં ને? તમે પુણ્યશાળી! તમારે બંગલાઓમાં ને મહેલોમાં રહેવાનું! ભવનમાં ભૂલા તો અમે પડ્યા છીએ ને? તમે માર્ગ પર છો કે માર્ગથી દૂર? ઠેકાણે છો કે ભૂલા પડેલા છો? જો તમને ખરેખર એમ લાગી જાય કે તમે ભૂલા પડચા છો.. આ ચૌદ રાજલોકમય વિશાળતમ વિશ્વમાં ભૂલા પડ્યા છો, અને મોક્ષમાર્ગે ચઢવા માટે બેબાકળા બની ગયા છો, તો તમને માર્ગ બતાવનારનું મહત્ત્વ બરાબર સમજાશે. માર્ગ બતાવનાર કેટલા મહત્ત્વપૂર્ણ છે, તે તો ભૂલા પડ્યા હોય તે જ જાણે! શ્રી અરિહંત પરમાત્મા માર્ગદર્શક છે, તેમનું માહામ્ય સમજાય છે? ક્યાં જવાનું હતું? ક્યાં જઈએ છીએ? અનંતકાળથી સંસારમાં ભૂલા પડી ભટકી રહ્યા છીએ.... જ્યારે કોઈ સાચા માર્ગે ચઢાવનાર ન હોય ત્યારે શ્રી અરિહંત પરમાત્મા મળી જાય ત્યારે કેવો આનંદ થાય? માર્ગદર્શકને ઓળખો :
માર્ગ પર ચાલતાં ભલે એક-બે કે આઠ-દશ ભવ થાય; એનો વાંધો નહીં, પરંતુ માર્ગ પરથી જો ઊતરી ગયા તો ૮૪ લાખ યોનિમાં ભટકવાનું. તમારે જ્યાં સુધી ભટકવું છે? માર્ગ પર-મોક્ષમાર્ગ પર ચઢવું છે કે નહીં? “ક્યારે.... ક્યાં રસ્તો મળશે?' આવ્યા છો ક્યારેય આવું પૂછવા? માર્ગ ભૂલેલો માર્ગદર્શકને શોધે અને પૂછે!... શ્રી અરિહંત પરમાત્માને માર્ગદર્શક તરીકે ઓળખ્યા છે? નિઃશ્રેયસનો માર્ગ બતાવનારા એ પરમ કરૂણાવંત છે, એ રીતે એમનાં દર્શન કર્યો છે?
For Private And Personal Use Only