________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
- હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ધ્યાનમાં લીન બનો તો અત્યંતર આત્મશક્તિને પ્રાપ્ત કરી શકો. ભાવ-નિક્ષેપ અરિહંતાદિનું ધ્યાન કરવું જોઈએ. જે પદનો જે ભાવનિક્ષેપ હોય તેનું ધ્યાન કરો. જેમ તીર્થંકર સમવસરણમાં બેસીને દેશના આપતા હોય, ત્યારે તેઓ ભાવ તીર્થકર! એટલે અરિહંતનું ધ્યાન કરતી વખતે કલ્પનામાં સમવસરણમાં બેઠેલા Íર્થકર પરમાત્મા લાવવાના! મનને તેમનામાં એકાગ્ર બનાવી દેવાનું.
એ રીતે સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે પદોના ધ્યાનમાં પણ ભાવનિક્ષેપ ધ્યાન કરવાનો પુરુષાર્થ કર જોઈએ. તે તે પદો ઉપર મનની એકાગ્રતા થાય અને અંતરંગ આનંદ અનુભવાય, તેવી રીતે આરાધના કરવાની છે. શ્રીપાલને માતાનું મિલન :
મયણા અને શ્રીપાલની નવ દિવસની આરાધના પૂર્ણ થઈ. શ્રીપાલનું શરીર નીરોગી થયું. શ્રીપાલના સાથીદાર કોઢિયાઓ પણ નીરોગી થયા. શ્રીપાલની માતા શ્રીપાલને શોધતી શોધતી તે જ નગરમાં આવી પહોંચી. માતા પોતાના પુત્રને ન ઓળખી શકી, પણ પુત્રે માતાને ઓળખી લીધી. મંદિરમાંથી બહાર નીકળતાં જ માતાને જોઈને તે હર્ષથી રોમાંચિત થઈ ગયો! બોલી ઊઠયો આકાશમાં કોઈ વાદળ નહીં અને વૃષ્ટિ થઈ! માતા! અચાનક જ તારાં દર્શન થયાં!” માતા આનંદથી ભરપૂર બની ગઈ. પુત્ર અને પુત્રવધૂને જોતી જ રહી ગઈ. મયણાએ આ પતિની માતા છે, તેમ જાણીને ચરણોમાં નમસ્કાર કર્યા. શ્રીપાલે કહ્યું : “માતા, આ બધો પ્રભાવ છે આ તારી પુત્રવધૂનો! કમો, ૨. पहावो सब्वो इमाए तुह ण्हुहाए।।' મૌલિક યોગ્યતા:
શ્રીપાલની મહાન મૌલિક યોગ્યતા સમજાય છે? મયણા પ્રત્યેનો તેનો ગુણાનુરાગ કેવો? મયણાના ઉપકારને શ્રીપાલ ભૂલતા નથી! ઉપકારીનો ઉપકાર કદી ન ભૂલવો તે કૃતજ્ઞતા ગુણ! મયણા કોનો પ્રભાવ સમજાવે છે? મયણાએ સાસુને કહ્યું :
આચાર્ય ભગવાને અમારા પર કરુણા કરી, કૃપાદૃષ્ટિ કરી, આરાધના બતાવી અને તે નીરોગી બન્યા!'
અને આચાર્યદેવ કોની વિશેષતા બતાવે છે? પોતાની નહીં, પરંતુ “આ તો સિદ્ધચક્રનો પ્રભાવ છે!”
For Private And Personal Use Only