________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન અશ્રદ્ધા ઉત્પન્ન થઈ, પરમાત્મા, ગુરૂ અને ધર્મ પ્રત્યે અવિશ્વાસ અને અશ્રદ્ધા ઉત્પન્ન કર્યા. “ભાઈ, આપણાં પાપનો ઉદય હોય ત્યાં ભગવાન શું કરે? ગુરુ મહારાજ શું કરી શકે?” આવી ભ્રમણા ઊભી થઈ ગઈ છે!
શું તીર્થકર ભગવંતે કર્મનો સિદ્ધાંત, અશ્રદ્ધાળુ બનાવવા માટે બતાવ્યો છે? કોઈ કહે છે : “જુઓ, રોજ મંદિર જઈએ, દર્શન કરીએ, જીવનમાં ધર્મ અપનાવ્યો તોય દુઃખ કેટલું આવ્યું? ભગવાન તો વીતરાગ છે. તે શું કરે? ગુરૂ મહારાજે બચાવ્યા નહીં! ધર્મ કરનારને પણ દુઃખ આવે, આટલો ધર્મ કરે તોય દુઃખ?
શું એવો નિયમ છે કે ધર્મ કરનારને દુઃખ ન આવે? શું એવો નિયમ છે કે દુઃખ ન આવે તે માટે ધર્મ કરવો? દુઃખથી આકુળ-વ્યાકુળ બને તે ધર્મમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકે ખરો? દેવ ગુરૂ-ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધારણ કર્યા વિના દુઃખ ટળે ખરાં? ધર્મની અનંત શક્તિમાં વિશ્વાસ વિના ચાલે ખરૂં?'
મયણામાં જો સાચી જ્ઞાનદૃષ્ટિ ન હોત તો તેના મનમાં અનેક વિકાર અને વિકલ્પો આવતદેવ-ગુરુ-ધર્મની અચિંત્ય શક્તિ પર વિશ્વાસ ન હોત તો તેની સિદ્ધચક્રજીની આરાધના સફળ ન બનત, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના દૃઢ વિશ્વાસે જ તે વિકારો અને વિકલ્પોથી બચી શકી. નવપદનું ધ્યાન કરો છો ખરા?
સિદ્ધચક્રજીની ફક્ત એક જ ઓળીમાં મયણ અને શ્રીપાળને સિદ્ધિ મળી. કારણ? મન નિર્વિકાર અને નિર્વિકલ્પ હતું. એક જ ધ્યાન સિદ્ધચક્રનું નવપદ સિવાય અન્ય કોઈ વિચાર નહીં, શ્રીપાલના મનમાં પણ નહીં.
મેં પેલા શ્રાવકને કહ્યું : “નવ ઓળી કરી, ૮૧ આયંબિલ કર્યા, જાપ કર્યા, પરંતુ નવપદનું ધ્યાન ન ધર્યું!'
શ્રાવક કહે : ધ્યાન એટલે શું?
માળા ફેરવો ત્યારે કોનું ધ્યાન ધરો છો? ઘરનું? તિજોરીનું? અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ-એ નવપદના ધ્યાનમાં લીનતા પ્રાપ્ત કરી હતી? આનંદ પ્રાપ્ત થયો હતો? દુનિયાનો ભાર મન પર લઈને સિદ્ધચક્રનું ધ્યાન કરવા બેસો તો કેવું પરિણામ આવે? ભાવનિક્ષેપથી ધ્યાન કરો: મન ઉપરથી વિચારોનો ભાર ઉતારીને, વિકારોનો મેલ ધોઈને, નવપદના
For Private And Personal Use Only