________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
શ્રી નવપદ પ્રવચન વિવેકી શ્રાવક કેવા હોય?
મયણાના જીવનની એક-એક ઘટના જ્ઞાનપૂર્વક જુઓ તો ખરેખર તે અદ્ભુત જીવન દેખાશે.
મયણા અને શ્રીપાલની આરાધનામાં જે પૂરક તત્ત્વો હતાં, તે પણ મહત્ત્વનાં હતાં, એ કાળના શ્રાવકો કેવા સમજદાર અને અવસરને ઓળખનારા હતા, તે જાણો છો?
ગુરૂમહારાજ પાસે જ્યારે મયણા-શ્રીપાલ પહોંચ્યાં હતાં, ગુરૂ મહારાજે તેમને સિદ્ધચક્રની આરાધના બતાવી હતી તે વખતે નગરીના શ્રાવકો પણ ત્યાં હાજર હતા. ગુરૂ મહારાજે શ્રીપાલ અને મયણાને જે આરાધના સમજાવી હતી, તે પ્રમાણે સાંભળી હતી. ગુરૂદેવે મયણા અને ઉબરરાણાના ઉજ્જવલ ભવિષ્યને બતાવ્યું હતું, તેમાં દીર્ઘદ્રષ્ટિ હતી, કેટલીક વાતો ગુરૂમહારાજ direct સીધી નથી કહેતા. સમજનારા સમજી જાય. વિવેકી શ્રાવક ગુરૂ મહારાજના ઉપદેશનો આશય સમજી જાય છે.
એ સમયે શ્રાવકો પહોંચ્યા ઘેર, અને કોઈ લાવ્યું હાર, કોઈ લાવ્યું સોના ચાંદી, કોઈ લાવ્યું વસ્ત્રો.... અને સાધર્મિક એવા મયણા તથા શ્રીપાળને પહેરામણી કરી! આ વાત બરાબર સમજાઈ? આનું નામ સાધર્મિક ભક્તિ! સાધર્મિક ભક્તિનો પ્રભાવ :
શ્રાવકોને ગુરૂમહારાજે શું hint સૂચના આપી હતી કે “આ તમારા દુઃખી સાધર્મિક છે. નિરાધાર છે, એમને સહાય કરો!' આમ કહેલું ખરું? આમ કહેવાની જરૂર પણ ખરી? શ્રાવકો જો સાનમાં સમજી જનારા હોય તો કેવાં સારાં કામ થાય? કેવાં વિવેકી એ શ્રાવક હશે? કેવી અદ્ભુત સાધર્મિક ભક્તિ? અને જ્યારે શ્રાવકોએ સાધર્મિક ભક્તિ કરી હશે, ત્યારે શ્રીપાલના મન પર એની કેવી સુંદર અસર થઈ હશે? કારણ કે એના માટે તો આ નવી જ દુનિયા હતી ને? મયણાના મન પર પણ અસર થાય ને? શ્રાવકોની કૃતજ્ઞતાથી તે ગદ્ગદ્ થઈ ગઈ.
શ્રીપાલના મનમાં થયું : “અરે, આવા દિવ્યગુરૂ! આવો અદ્ભુત ધર્મી આવા વિવેકી ધર્મી પુરૂષો! આટલાં ઉદાર! હું આવ્યો દર્શન કરવા, ભગવંતનાં દર્શન કર્યા, ગુરૂમહારાજનાં દર્શન કર્યા, આ દર્શન મને ફળદાયી બન્યાં.'
For Private And Personal Use Only