________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
શ્રી નવપદ પ્રવચન દુઃખમાં પણ એકાગ્રતાથી ધ્યાન :
મયણાએ શ્રીપાળને પ્રતિપળ કેવું માર્ગદર્શન આપ્યું હશે? શ્રીપાળને પૂજા કરવાનું આવડતું ન હતું, આરાધનાની કંઈ ખબર ન હતી. બન્ને આરાધનામાં મગ્ન બની ગયાં! અને સિદ્ધચક્રનું ધ્યાન ધર્યું.
મયણાએ કેવી દુ:ખદ ઘટના વચ્ચે આ આરાધના કરી હતી? આવી ઘટના બની ગઈ હોય તો મનમાં કાંઈ દુઃખ ન થાય? અરે! સાધુને પણ દુઃખ થાય જો જ્ઞાનદૃષ્ટિ ન હોય તો! આ તો સંસારી હતી. રાજકુમારી હતી, વૈભવમાં ઊછરી હતી, તેને કાંઈ થયું નહીં હોય? છતાંય તેણે સ્થિરતા પ્રાપ્ત કરી હતી. તેને દિવ્ય સહારો હતો પરમાત્માનો, સગૂરૂનો અને ધર્મતત્ત્વનો!
મયણાને દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે કેવી અને કેટલી પ્રીતિ હતી કેટલી અનન્ય ભક્તિ હતી! તેણે મંદિરમાં જઈ જિનેશ્વરની સ્તુતિ-ભક્તિ કરી હતી ને? કેવી ઉચ્ચ કોટિની હતી? જિનેશ્વર ભગવાનના ગળાની માળા અને હાથમાંનું ફળ ઊડીને મયણા-શ્રીપાલ પાસે આવ્યાં હતાં. શું તે જાદુ હતો? ચમત્કાર હતો? ચમત્કાર હતો તો તે શાનો? શ્રદ્ધા અને ભક્તિનો ચમત્કાર! પરમાત્માના શરણમાં રહો :
મયણાએ એવાં રોદણાં ન રોયાં કે “પ્રભુ, હું રોજ તમારી પૂજા કરું છું, દર્શન કરું છું અને મને આવું દુ:ખ? કેટલી મુસીબત? શું કરું? તું સહાય કર, તું બચાવ...' ના રે ના, જે બધું જ જાણે છે, તેને કહેવાનું શા માટે? પરમાત્મા અનંતજ્ઞાની છે, તે સર્વ જાણે છે. આપણી પરિસ્થિતિ, સંકટ વગેરે શું નથી જાણતા? જે જાણે છે, તેને શા માટે કહેવું? જેને પરમાત્માની ઓળખાણ છે, તેને ખબર છે કે તેઓ અનંતજ્ઞાની છે, બધું જાણે છે, તે અનંત શક્તિના નિધાન છે અને અનંત કરુણાના ભંડાર છે! જેની પાસે અનંત કરુણા, અનંત જ્ઞાન અને અનંત શક્તિ છે, તેને કહેવાની જરૂર શી? પરમાત્માના અનંત જ્ઞાન પર, અનંત કરુણા પર અને અનંત શક્તિ પર વિશ્વાસ છે? જો વિશ્વાસ હોય, અવિચલ શ્રદ્ધા હોય તો માત્ર તમે એમના શરણે રહો, તમારાં દુઃખ, તમારી અશાનિત.... તમારો ફ્લેશ... એની ફરિયાદો કરવી બંધ કરો. એ પરમાત્માના અચિન્ય પ્રભાવે યોગ્ય કાળે બધું જ સારું થશે. ધૈર્ય ધારણ કરો, અધીરા ન બનો. કર્મસત્તા કરતાં ધર્મસત્તા વધુ બલવાન :
મયણા તો જ્ઞાની હતી. તે કર્મના સિદ્ધાંતને જ એકાંતે વળગી રહેનારી ન
For Private And Personal Use Only