________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું મયણા પ્રત્યે પ્રીતિ અને શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી! કહો, આવી પત્નીનું કહ્યું પતિ માને કે ન માને?
“રાજકુમારી છું,' આવું અભિમાન તો એને સ્વપ્નેય ન હતું. અભિમાની સ્ત્રી પતિનો પ્રેમ સંપાદન કરી શકતી નથી.
પતિ જ્યારે દુઃખમાં હોય, અને પત્ની જો શ્રાવિકા હોય, તો તે પતિને હેરાન કરે કે આશ્વાસન આપે? પત્ની શ્રાવિકા છે ને? દુઃખ અને અશાંતિમાં તમને તે અપૂર્વ તત્ત્વજ્ઞાનની વાતો કરીને આશ્વાસન આપે છે ને? પોતાની વફાદારી, કર્તવ્યનિષ્ઠા અદા કરે, તો તે શ્રાવિકા-પત્ની પોતાના પતિને શ્રાવકધર્મમાં જોડી દે અને ચારિત્રમાર્ગે પણ ચઢાવી શકે!
મયણા અને શ્રીપાળનો સંબંધ સામાન્ય કોટિનો ન હતો. તેના ગૃહસ્થ જીવનના સંબંધમાં પણ જ્ઞાનદૃષ્ટિ હતી. આવો સંબંધ તમારા સંસારમાં દુર્લભ જ ને? નથી ને આવો સંબંધ? છતાં સંસારમાં ચોંટી રહ્યા છો ને? મયણાના નિર્મળ વ્યક્તિત્વની શ્રીપાળ પર ઊંડી અસર થઈ, તેના પ્રત્યે પ્રીતિ થઈ ને શ્રદ્ધા વધી.
તેને થયું કે “આ એવી સ્ત્રી છે કે તેના કહેવા મુજબ ચાલુ, તો મને લાભ જ થશે. મારા ભલા માટે, કલ્યાણ માટે એ કહે છે, માટે હું તેના કહ્યા મુજબ
લગ્ન શા માટે?
મયણાએ કહ્યું : “આપણે સિદ્ધચક્રની આરાધના કરીએ.’ તો શ્રીપાળે તરત હા કહી. આજનો શ્રાવક હોય તો શું કહે? “તારે તો ઠીક છે, આ મારું શરીર જુએ છે? મને એ લખ્યું ખાવાનું ન ભાવે, મારાથી આયંબિલ ન થાય.. મારે કામ પણ કેટલું છે? તારે કરવું હોય તો કર...' આમ જ કહે ને? કારણ વિચાર્યું છે? માત્ર વૈષયિક સુખો માટે જ લગ્ન? પત્નીને સહધર્મિણી નહીં સમજતાં માત્ર વૈષયિક સુખોનું સાધન માનવા લાગ્યા છો. એટલે એકબીજાની આરાધનામાં સાથી કે સહાયક બનવાનું ભુલાવા માંડ્યું છે.
ધારો કે ચૌદશના દિવસે લગ્ન હોય, છોકરી ધાર્મિક હોય અને તે કહે, આજે હું આયંબિલ કરીશ.' ને પતિને કહે, ‘તમે પણ આયંબિલ કરો.” તો તે કરી લેને? અરે! આયંબિલ કરાવી દેવું તે પણ સરળ છે; પ્રેમ હોય તો કરી લે. પણ આયંબિલ સાથે સિદ્ધચક્રની આરાધના પૂજન, ધ્યાન વગેરે કરવાનું... એ કેટલું મુશ્કેલ?
For Private And Personal Use Only