________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું મયણાસુંદરીમાં સત્વ, વૈર્ય અને વીર્ય :
જેને સાધના કરવી છે, તેનામાં સત્ત્વ, વૈર્ય અને વીર્ય આવશ્યક છે. મયણા પાસે એ ત્રણેય હતાં. તેણે જિનેશ્વર પરમાત્માના સિદ્ધાંત પર દઢ વિશ્વાસ સ્થાપિત કર્યો હતો. “મારાં કર્મ મારી પાસે છે. જો હું દુ:ખી થઈશ તો મારા પાપોદયથી. મારા પુણયનો ઉદય થશે ત્યારે કોઈ દુઃખી કરી શકવાનું નથી. જીવો તો નિમિત્ત માત્ર છે. આ માન્યતા પ્રમાણે તેણે બેધડક પોતાના પિતાને રાજસભામાં ઉત્તર આપી દીધો હતો. સત્ત્વ વિના સિદ્ધાંત-પાલન ટકતું નથી. સિદ્ધાંતની ચર્ચા કરવી કે સિદ્ધાંતનો ઉપદેશ આપવો સહેલો છે, પરંતુ જીવનમાં સિદ્ધાંત જીવવો મુશ્કેલ છે.
મયણાએ જ્યારે ઉત્તર આપ્યો, ત્યારે પિતાએ-રાજાએ કોઢિયાને પકડાવ્યો! તે વખતે મયણા દીનતા નથી બતાવતી કે “મારો કોઢિયો પતિ? હાય, જીવનમાં કેવું દુઃખ? ખેર, મારૂં જેવું કર્મ!' તેના દિલમાં નથી અફસોસ કે નથી શોક. તેનામાં પૈર્ય કેટલું હતું? એક બાજુ હતો કોઢિયો પતિ, બીજી બાજુ પોતાના પિતાનો સખત વિરોધ, તીવ્ર ક્રોધ, ત્રીજી બાજુ મહેલ, વૈભવ, સગાસ્નેહી, સ્વજનો વગેરેનો ત્યાગ! અને નીકળી પડી! શું લઈને નીકળી હતી? કપડાં બદલવા માટે એક જોડ કપડાં પણ એની પાસે ન હતાં! પતિ પાસે ઉબરાણા પાસે પણ શું હતું? તેના ખિસ્સામાં ફૂટી કોડી પણ ન હતી! છતાંય મયણા સ્વસ્થ અને શાંત હતી. અશાંત ક્યારે થઈ? જ્યારે તેણે ધર્મની નિંદા સાંભળી! દેવ અને ગુરૂની નિંદા સાંભળી! તેનાથી તે સહી ન શકાયું, કારણ કે તેમાં નિમિત્ત પોતે બની હતી. ધર્મની નિંદાનું દુઃખ :
મયણા ઉચ્ચ આદર્શ, પવિત્ર ધ્યેય અને નિર્વાણના લક્ષથી જીવન જીવતી હતી. તેને ન જાણનાર અજ્ઞાન માણસોએ નિંદા કરવા માંડી, તે વખતે તે વિચારે છે : “લોકનિંદાથી હું ડરતી નથી, પણ મારા નિમિત્તે દેવ, ગુરૂ, ધર્મની નિંદા થાય છે, એનું મને દુ:ખ છે.” દેવ ગુરૂ, ધર્મની નિંદાથી બચવા તેણે આચાર્ય ભગવંતને વિનંતી કરી. આચાર્ય ભગવંતે સિદ્ધચક્રની આરાધના બતાવી. મયણાએ ઉંબરરાણાને કેવી આરાધના કરાવી?
મયણા અને ઉંબરરાણા તે આરાધના કેટલી સૂક્ષ્મતાથી સમજ્યાં હતાં? મયણાને સંસ્કારી જૈન માતા પાસેથી શ્રેષ્ઠ સંસ્કારો મળ્યા હતા. વિદ્વાન પંડિતઅધ્યાપક પાસેથી સમ્યગૃજ્ઞાન મળ્યું હતું. તેથી તેને કર્મસિદ્ધાંતનું, નવતત્ત્વનું,
For Private And Personal Use Only