________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું આયંબિલ તપ, બ્રહ્મચર્ય અને ધ્યાન :
નવપદના ધ્યાન સાથે તપ અને સંયમ જોઈએ. આયંબિલનો તપ, બ્રહ્મચર્યરૂપ સંયમ અને શ્રી સિદ્ધચક્રનું ધ્યાન; આ ત્રિવેણીસંગમ માનવજીવનમાં થઈ જાય તો વિપુલ કર્મનિર્જરા થઈ શકે. અક્ષય સુખમય મોક્ષ પણ શ્રી સિદ્ધચક્રની કૃપાથી પ્રાપ્ત થાય! બીજી સિદ્ધિ, રિદ્ધિ, લબ્ધિઓ તો તેના ચરણોમાં આવી જ પડે છે.
આરાધનાનું ધ્યેય (નવપદ) અને ધ્યાન બતાવ્યા પછી ધ્યાતા (ધ્યાન ધરવાવાળો) કેવો હોવો જોઈએ તે બતાવે છે. આરાધક કેવો હોય?
આરાધક ખંતો, સંતો, દંતો જોઈએ! “ખંતો' એટલે ક્ષમાશીલ જોઈએ. “દંતી' એટલે ઇન્દ્રિયોનું દમન કરનાર-નિગ્રહ કરનાર જોઈએ અને “સંતો’ એટલે શાંત-પ્રસન્ન જોઈએ. નવપદના આરાધકનું વ્યક્તિત્વ આવું જોઈએ. આરાધક ક્રોધી ન જોઈએ. તેનામાં ઇન્દ્રિયોનો ઉન્માદ ન જોઈએ. તે અશાંત ન હોવો જોઈએ. નવ દિવસોમાં ઓછામાં ઓછું આવું વ્યક્તિત્વ હોવું જોઈએ.
આરાધક આત્મા જે શુભ સંકલ્પ કરે તે અવશ્ય તેને ફળરૂપે પ્રાપ્ત થાય, બીજાનું ખરાબ કરવાનો વિચાર ન કરાય! એ માટે તમે આ યંત્રનો ઉપયોગ કરો તો તે બીજાને ખરાબ બરબાદ ન કરે! આવા અધમ વિચાર કરનારનું પોતાનું જ અહિત થાય. બીજાને નુકસાન થાય તેવું કલ્પવાને બદલે “સર્વનું કલ્યાણ થાઓ'ની ભાવના ભાવો. આવી સર્વના કલ્યાણની ભાવનામાં તમારું કલ્યાણ આવી જ જાય છે.
આરાધના વખતે બીજા માટેની અધમ કલ્પના આપણા મનમાં પ્રવેશવી જ ન જોઈએ. સમતા, શાંતિ અને સંયમ જીવનમાં રાખી વિધિપૂર્વક તપ અને ધ્યાન કરો.
આસો ને ચૈત્રમાં શાશ્વત્ ઓળી હોય છે. અનંતકાળથી આ દિવસોનું આધ્યાત્મિક દૃષ્ટિથી મહત્ત્વ રહેલું છે.
નવમા દિવસે શ્રી સિદ્ધચક્ર મહાપૂજનની આરાધના થાય છે. નવ વખત આ આરાધના કરવાની. તે સાડા ચાર વર્ષમાં પૂર્ણ થાય.
For Private And Personal Use Only