________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી નવપદ પ્રવચન
૧૭
ગ્રહોની સ્થાપના કરવાની અને ગળાના ભાગે નૈસર્પિક આદિ નવનિધિની સ્થાપના કરી, એના મંત્રાક્ષરોથી ધ્યાન કરવાનું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પછી કુમુદાદિ દશ દ્વારપાલો, મણિભદ્રાદિ ચાર વીરોની સ્થાપના કરવાની. શ્રી સિદ્ધચક્ર યંત્ર ‘વિદ્યાનુવાદ’ નામના દશમા પૂર્વમાંથી લીધેલું પરમ રહસ્યભૂત યંત્ર છે. તેના આરાધનથી ‘અણિમા’ વગેરે અનેક મહાન સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
શ્રી સિદ્ધચક્રનું ધ્યાન અને ધ્યાતા ઃ
પરંતુ તેનું ધ્યાન કેવી રીતે કરવું જોઈએ?
एयं च विमलधवलं जो झायइ सुक्कझाणजोहण | तवसंजमेण जुत्तो सो पावइ निज्जरं विउलं ।।
નિર્મલ અને ઉજ્જ્વલ ધ્યાન ક૨વાનું! શુક્લધ્યાનની પ્રવૃત્તિથી એવું ધ્યાન થાય. તપ અને સંયમ પણ સાથે જોઈએ. તો વિપુલ કર્મનિર્જરા થાય.... યાવ મોક્ષસુખની પ્રાપ્તિ થાય, માટે અપૂર્વ ભક્તિથી શ્રી સિદ્ધચક્રજીનું ધ્યાન કરવું જોઈએ.
આ સિદ્ધચક્રજીની આરાધના કરનાર મનુષ્ય (ધ્યાતા) કેવો હોવો જોઈએ? તેનું વર્ણન કરતાં આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજી મ. કહે છે : ૧. ક્ષમાયુક્ત, ૨. જિતેન્દ્રિય, ૩. શાન્ત, ૪. નિર્મલશીલ ગુણવાળો, અને ૫. વિકારરહિત ચિત્તવાળો જોઈએ. સિદ્ધચક્ર યંત્રને સમજો :
શ્રી સિદ્ધચક્ર યંત્ર બનાવવા માટે પાંચ વર્ણનાં ધાન્ય હોવાં જોઈએ. ચોખા (શ્વેત), ઘઉં (લાલ), ચણાની દાળ (પીળો વર્ણ), મગ (લીલો વર્ણ) અને અડદ (કાળો વર્ણ).
આ અતિ મહત્ત્વનું પૂજન છે. તે ચૈત્રી પૂર્ણિમા તથા આસો પૂર્ણિમાના દિવસે મુખ્યરૂપે થાય છે, આજે તો આ મહાપૂજન ઘણાં થાય છે, પરંતુ તમે એને સમજો છો કે કેમ, એ પ્રશ્ન છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન માત્ર જોવાની કે સાંભળવાની વસ્તુ નથી, પણ સમજવાની જરૂર છે. આરાધના કરવાની ત્યારે જ મજા આવે કે જ્યારે બરાબર સમજાય. આચાર્ય ભગવંતે મયણાસુંદરીને શ્રી સિદ્ધચક્રનો પૂરો યંત્ર સમજાવ્યો. એ સમજ્યા પછી, તેની આરાધના કેમ થાય તે સમજાવ્યું.
For Private And Personal Use Only