________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું એકેય માછલીને જીવતી ન જવા દલી” તેને મળતું તો કાંઈ નથી, પણ, આમ દુર્બાન ધરતાં ધરતાં તે મરીને સાતમી નર કે જાય છે. જે વિચાર કરવામાં કાંઈ જ ન મળવાનું હોય, તેવા વિચાર કેટલા બધા કરો છો? એવા ખોટા અશુભ વિચારો મનમાં ચાલતા રહે છે ને? સાધુ અને ગૃહસ્થનો સંબંધ?
એક મોટી સરકારી ઑફિસમાં કામ કરનારા એક પરિચિત ભાઈએ એક વખત કહ્યું : “શું કહું સાહેબ, આ અમારી ઑફિસના મોટા સાહેબ ભારે સિદ્ધાંતવાદી છે; વ્યવહારમાં તો કાંઈ સમજતા જ નથી, નહિ તો હંમેશની બેત્રણ નોટો તો આસાનીથી મળી જાય! આ કાળમાં જો એટલી ઉપરની કમાણી ન હોય તો કેમ ચાલે, સાહેબ?
શું કહ્યું એણે? સમજ્યા? રૂશ્વતખોરી ઉપર અમારી “સિગ્નેચર' (હસ્તાક્ષર) લેવા માગતો હતો એ! અમે કહીએ કે, “હા ભાઈ, આજે મોંઘવારી કેટલી બધી.... રૂશ્વત કોણ નથી લેતું?” બસ, એક સાધુ આટલું કહી દે એટલે તમારો તો બેડો પારને? કેટલાક ભક્તો પોતાનાં પાપાચરણો ઉપર સાધુ પુરૂષોનો સિક્કો મરાવવા ચાહતા હોય છે! કોઈ સરળ ભોળા સાધુ હોય મારા જેવા તો....
સભા : તમે એવા ભોળા નથી...
મહારાજશ્રી : કેમ, તમે ભક્ત હો, સરસ ગોચરી વહોરાવતા હો, કપડાં વહોરાવતા હો, સાર-સંભાળ રાખતા હો, ને તમે કહો : “મહારાજ સાહેબ, સરકારે તો ધંધા તોડી નાખ્યા, હવે એક કારખાનું નાંખવાની ઇચ્છા છે... આપના આશીર્વાદ જોઈએ.'
હા, સાધુના આશીર્વાદ તમને તમારા પાપમય ધંધાઓમાં જોઈએ ત્યાં જાગ્રત સાધુ કહે : અરે ભલા, આવા ભયંકરે આરંભ સમારંભ કરો તમે અને પાપના ભાગીદાર બનાવો અમને?' તમે ડૂબો ને અમને ડુબાડો? તમે મરો ને અમને માર?' આવું જ્યારે કોઈ પૂછવા આવે ત્યારે અમારે સ્પષ્ટ જવાબ આપવો પડે, ગોળ ગોળ નહિ “અમારી સંમતિ? સંસાર ચલાવવો તમારે, સંસારમાં પાપ કરવું તમારે, અને તેમાં અમારી સંમતિ? દિમાગ ઠેકાણે છે કે નહીં? નવપદનું ધ્યાન :
આપણી વાત તો એ ચાલે છે કે અજ્ઞાની જીવ ઘણા એવા અર્થહીન વિચારો કરે છે... વ્યર્થ પાપ બાંધે છે ને દુર્ગતિમાં ફેંકાઈ જાય છે. જેમ તંદુલિયો મત્સ્ય
For Private And Personal Use Only