________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન ધાતુઓ હોય છે; તે ધાતુઓ એવી હોવી જોઈએ કે જેથી ધ્યાન માટે શરીર યોગ્ય બને!
શરીરની સાત ધાતુઓ અનુકૂળ ન હોય તો ધ્યાન ન થઈ શકે. ધાતુઓમાં વિષમતા ન જોઈએ. સમાન ધાતુવાળું શરીર જોઈએ. શરીરની ધાતુઓ વિષમ બનવાથી મનમાં વિકૃતિઓ જન્મે છે અને વિકૃત મન ધ્યાન માટે સાવ નકામું છે. શરીરની સાત ધાતુઓનો સંબંધ ભોજન સાથે હોય છે. મનુષ્ય કેવું ભોજન કરે છે એના મુજબ એની ધાતુઓ બનવાની. આયંબિલનું તપ આ માટે તો કરવાનું છે!
આયંબિલનું ભોજન એવું હોય છે કે તે સાત ધાતુઓને વધુ ગરમ કે વધુ ઠંડી નથી બનાવતું, પરંતુ ધાતુઓને સમ બનાવીને ધર્મધ્યાનમાં સહાયક બને છે. મનના વિકારોને શાન્ત કરીને આપણે શ્રી નવપદજીનું ધ્યાન ધરવાનું છે.
ધ્યાન ધરવા માટે સ્વસ્થ-નિર્મલ મન જોઈએ અને તે માટે શરીર અનુકૂળ જોઈએ. જ્ઞાની પુરૂષોએ શરીર અનુકૂળ રહે તેવી ભોજનની વ્યવસ્થા બતાવી! તે વ્યવસ્થા છે આયંબિલની.
અસ્થિર, અવ્યવસ્થિત, વિક્ષુબ્ધ અને ચંચળ મનને સ્થિર, વ્યવસ્થિત, પ્રસન્ન અને એકાગ્ર બનાવવાનો ઉપાય છે જ્ઞાન! સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કર્યો. સમ્યગુજ્ઞાનથી મન સ્થિર બનશે, વ્યવસ્થિત બનશે, મનમાં પ્રસન્નતા પથરાશે અને એકાગ્રતા આવશે.
આયંબિલથી શરીર સ્વસ્થ બન્યું અને જ્ઞાનથી મન સ્વચ્છ બન્યું, પછી નવપદજીના ધ્યાનમાં બેસી જાઓ! સરસ ધ્યાન થશે. ધ્યેયનું મહત્વ :
ધ્યાન' જેટલું અગત્યનું છે, તેના કરતાં ધ્યાનનો વિષય વધુ અગત્યનો છે. એક વિષય પર મન એકાગ્ર બને તેનું નામ ધ્યાન. ધ્યાન બે પ્રકારનાં છે : પ્રશસ્ત ધ્યાન અને અપ્રશસ્ત ધ્યાન, જે ધ્યાન સદ્ગતિમાં અને મોક્ષમાં લઈ જાય તે પ્રશસ્ત ધ્યાન. જે ધ્યાન દુર્ગતિમાં લઈ જાય તે અપ્રશસ્ત ધ્યાન.
સ્વયંભૂરમણ' નામના સમુદ્રમાં “તંદુલિયો મત્સ્ય હોય છે, તે ખૂબ નાનો હોય છે. તે મોટા મગરમચ્છની આંખની પાંપણ પર બેસીને ધ્યાન ધરે છે! પણ કોનું? મત્સ્યના પહોળા થયેલા મોઢામાં જતી આવતી માછલીઓનું! મગરમચ્છના મુખમાં માછલીઓ જાય છે અને જીવતી બહાર નીકળે છે....
તંદુલિયો મત્સ્ય વિચારે છે કે “આ મગરમચ્છ કેવો બેવકૂફ છે? હું હોઉં તો
For Private And Personal Use Only