________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ‘અરે! મારા કહેવાથી કંઈ એવું થયું? મેં તો સંસારનું સ્વરૂપ બતાવ્યું હતું!' આજનું-સ્કૂલનું-કૉલેજનું શિક્ષણ મનુષ્યને અભિમાની બનાવે છે. અભિમાનથી અનેક દોષ જન્મે છે. જે ઘરમાં અભિમાની સ્ત્રી હોય, તે ઘરમાં શાંતિ ન હોય! ભયંકર દુઃખ : અદ્ભુત સમતા :
મયણા તો નિરભિમાની હતી, કારણ કે તે જ્ઞાની હતી, તેની પાસે જ્ઞાન હતું. તે જ્ઞાને તેને નિરભિમાની બનાવી હતી. સાચું જ્ઞાન અભિમાનને ભગાવે, મયણામાં નમ્રતા હતી, વિવેક હતો.
પિતાએ રોષમાં કહ્યું : ‘લે, આ તારો પતિ. તું જેને કર્મ કહે છે; તે કર્મ તારા માટે આ કોઢિયો પતિ લાવ્યા છે!' આ સાંભળીને મયણા રાજસભામાં ઊભી થઈ ગઈ ને ભરસભામાં કોઢી ઉંબ૨૨ાણાનો હાથ ઝાલ્યો; ત્યારે મયણાના મુખ પર ગ્લાનિ ન હતી, શોક ન હતો. એ શું કોઈ જાદુ હતો? તેને એમ ન થયું કે ‘મારો ભવ બગાડ્યો, બાપે મારો ભવ બગાડ્યો.... આંખમાં આંસુ આવ્યાં હતાં? ના, કેમ નહિ? ‘અરે રે! શું કરૂં? મારા પાપનો આ કેવો ઉદય! જેવાં મારાં કર્મ' એમ કહી તે રડી કેમ નહિ?
જે મનુષ્ય સમજે છે કે ‘દુઃખ પાપના ઉદયથી આવે છે,' તે મનુષ્ય દુ:ખ આવે ત્યારે રડે ખરો ? તમે સમજો છો ને? માનો છો ને કે ‘પાપ કર્મના ઉદયથી જ દુઃખ આવે', તો પાપના ઉદય વખતે રડો નહીં ને? શોક ન કરો ને? મયણા ન રડી. તેની પાસે જ્ઞાન હતું. સાચું જ્ઞાન હતું. તેથી દુ:ખમાં ઉદ્વેગ પામી નહિ, ને તેણે કોઢિયાનો હાથ પકડી લીધો!
ન
ધર્મનિન્દાનું દુઃખ ઃ
નગરમાંથી જ્યારે મયણા પોતાના કોઢિયા પતિ સાથે પસાર થાય છે, ત્યારે લોકનિંદા થતી સાંભળી ‘જુઓ! આ જૈન ધર્મની આરાધનાનું ફળ! કોઢિયો પતિ મળ્યો. જિનમંદિરે જતી હતી.... નિગ્રન્થ સાધુઓ પાસે જતી હતી.... તેનું આ ફળ મળ્યું!' કેટલાંક તો રાજાને પ્રસન્ન કરવા મયણાની નિંદા કરતા હતા. રાજાને ખુશ કરવા મયણાની નિંદા! મને કોઈ વ્યક્તિ પ્રત્યે રોષ થયો, તેની નિંદા મારી પાસે આવીને કોઈ કરે તો હું ખુશ થાઉં! આ પણ અનાદિ કાળની એક વાસના છે! તમને કોઈ માખણ લગાડનાર મળી જાય, તમને ખુશ ક૨વા તેને તમારા શત્રુની નિંદા કરવી આવશ્યક છે! બીજી બાજુ મનુષ્યની આ નબળાઈ છે કે કોઈ આવીને તેના શત્રુની નિંદા કરે તો એને મજા આવે!
For Private And Personal Use Only