________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું ગુરુદેવના ચરણે :
ત્યાંથી મયણ ઉબરરાણા સાથે ઉપાશ્રયે જાય છે. ત્યાં શ્રીમનિચન્દ્રસૂરિજી નામના ગુરુ ભગવંત બિરાજમાન હતા. ભક્તિપૂર્ણ હૃદયથી બંનેએ ગુરુચરણે વંદના કરી. એ વખતે આચાર્યદેવ ધર્મનો ઉપદેશ આપી રહ્યા હતા. મયણાઉંબરાણા પણ ઉપદેશ સાંભળવા બેસી ગયાં. ઉપદેશ પૂર્ણ થતાં ગુરુદેવે મયણા સામે જોયું. મયણાને ગુરુદેવ ઓળખતા હતા. આવી વિદુષી અને શ્રદ્ધાવતી શ્રાવિકાને કેમ ન ઓળખે? આજે મયણાને એક પુરૂષ સાથે આવેલી જોઈને પૂછ્યું.
“હે વત્સ, આ ધન્ય પુરૂષ... શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત પુણ્યપુરૂષ કોણ છે?' મયણાસુંદરી કેમ રડી?
ગુરુદેવનો પ્રશ્ન સાંભળીને મયણાનું મન ભરાઈ આવ્યું. મયણા રડી પડી. રડતાં રડતાં રાજસભામાં જે બન્યું હતું તે આજ સુધીની બધી વાત કરીને કહ્યું. ગુરુદેવ, કોઢરોગથી ગ્રસ્ત પતિથી મને વૈષયિક સુખ નહિ મળે તેનું મને દુઃખ નથી, પણ મિથ્યાષ્ટિ જીવો મારા જિન-ધર્મની નિંદા કરે છે, તેનું મને પારાવાર દુઃખે છે.'
પ્રભુ, મારા પર કૃપા કરી, કોઈ એવો ઉપાય બતાવો કે મારા પતિનો કોઢ મટી જાય, અને નિંદક લોકોનાં મોઢાં બંધ થઈ જાય, ધર્મની નિંદા કરતાં બંધ થાય. ધર્મના પ્રભાવથી દુનિયા નિંદા કરતી બંધ થઈ જાય. મને દુઃખ છે ધર્મનિંદાનું. જિન-ધર્મની નિંદા મારાથી સહન થતી નથી, તેનું મને દુઃખ છે.”
पभणेइ गुरू भद्दे ! साहूणं न कप्पए दु सावज्ज ।
कहिउं किंपि तिगिच्छं, विज्जं मंतं च तंतं च ।। મયણા, તું સમજદાર છે. તું જાણે છે કે સાધુ પુરૂષ ગૃહસ્થ વગેરેને કદાપિ ઔષધિ, મંત્ર, તંત્ર ન આપે કે જે પાપયુક્ત હોય. આચાર્ય મહારાજે પોતાની આચારમર્યાદા સમજાવી.
મયણાએ કહ્યું : “આપ કહો છો તે સાચી વાત છે. કોઈ ઉપાય છે કે નહિ તે તો આપ ઉચિત સમજો છો; પાપ ન લાગે તેવો નિરવદ્ય ઉપાય બતાવવાની કૃપા કરો.' નિરવઘ ઉપાયઃ સિદ્ધચક્રની સાધના :
અવદ્ય એટલે પાપ, સાવદ્ય એટલે પાપવાળું અને નિરવઘ એટલે પાપ
For Private And Personal Use Only