________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
હૃદયકમલ મેં ધ્યાન ધરત હું બતાવી, તે પ્રમાણે તેણે ધર્મ-આરાધના કરી. જ્ઞાની તો જ્ઞાની, પણ જ્ઞાનીના કહ્યા મુજબ ચાલે તે પણ જ્ઞાની! શું કર્યું મયણાએ?
તેણે પતિને કહ્યું : “આપ ચિંતા ન કરો. હું ફક્ત સાંસારિક-વૈષયિક સુખ માટે નથી પરણી. હું વૈષયિક સુખોની ભિખારણ નથી. આપણા માથા પર દેવ-ગુરૂ છે, પછી ચિંતા શાની?'
શ્રી સિદ્ધચક્રનું ધ્યાન કરવા મૌલિક યોગ્યતાની જરૂર હોય છે, તે યોગ્યતા મયણાના જીવનમાં આપણને જોવા મળે છે. ધ્યાનની પ્રક્રિયા સાથે મારે તમને નવપદનું સ્વરૂપ સમજાવવાનું છે. તો એ બધું સમજાવું કે આત્માની મૌલિક યોગ્યતા સમજાવું? નવ દિવસોમાં શું સમજાવું ને શું ન સમજાવં? સમસ્યા છે ને? શ્રી સિદ્ધચક્રનું ધ્યાન કરવાવાળા કેવા હોવા જોઈએ? ધ્યાની સ્ત્રી-પુરૂષોનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? ધ્યાન અને ધ્યાતા :
ધ્યાન સાધન છે, ધ્યાતા સાધક છે. ધ્યાનનો વિષય શ્રી સિદ્ધચક્રજી છે. ધ્યાની આત્મા કેવો હોવો જોઈએ? તે માટેનો આદર્શ મયણાસુંદરી પૂરો પાડે છે. મયણાએ શ્રી સિદ્ધચક્રજીનું કેવું અદ્ભુત ધ્યાન કર્યું હતું? નવ દિવસ માત્ર આયંબિલ જ નહોતાં કર્યા, આયંબિલ કરીને કામ કર્યું હતુંશ્રી સિદ્ધચક્રજીનું ધ્યાન ધરવાનું. એ ધ્યાનની પૂર્વભૂમિકામાં હતું સમ્યગુજ્ઞાન!
વેપાર મોટો કરવો હોય, પણ વેપારનું જ્ઞાન જ ન હોય તો? વેપારના જ્ઞાન વગર વેપાર કરવા જાય તો શું થાય? ડૉક્ટર બન્યા વિના દવા કરે તો? મારે કે જિવાડે?
મયણાએ ઉંબરરાણાને કહ્યું : “સ્વામીનુ! આપ બીજું કાંઈ ન બોલો. એક તો અમારો સ્ત્રી-જન્મ જ અશુદ્ધ.. અનેક પાપોનો ઉદય.... તેમાંય શીલ વિનાનું જીવન... એટલે તો નિઃસાર જીવન... સ્ત્રી માટે શીલ જ વિભૂષા છે અને શીલ જ સર્વસ્વ છે. શીલથી વધીને કાંઈ સુંદર નથી. શીલ જીવન છે! માટે હે નાથ! મારે માટે તો મૃત્યુપર્યત આપ જ મારા સ્વામી છો; બીજું કોઈ નહીં.... જે થવું હોય તે થાઓ..... આપ મારી વાત નિશ્ચયપૂર્વક માનો'...
મયણાસુંદરીની અપૂર્વ શીલદઢતા જોવા જાણે સૂર્ય ઉદયાચલ પર નીકળી આવ્યો! પ્રભાત થયું.
For Private And Personal Use Only