________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
મયણાએ પોતાની પોતાના ધર્મની નિંદા સાંભળી, પણ તે સમતામાં રહી. ધર્મની નિંદા સાંભળી તેને દુઃખ જરૂર થયું, પરંતુ ત્યાં એ નિરૂપાય હતી. ઉંબરરાણાની મહાનતા :
મયણા અને ઉંબરરાણા ગામ બહાર ગયાં. એક ઝાડ નીચે બેઠાં, ઉંબરાણા મયણાને કહે છે : “હજુ કાંઈ બગડી ગયું નથી. કાગડાના ગળામાં મોતીની માળા શોભતી નથી. હું કોઢિયો ક્યાં ને તું રાજકુમારી ક્યાં? તું મારા સંગમાં તારી જિંદગી શા માટે બરબાદ કરે છે? રાજાએ ભલે કહ્યું, હું તારો પતિ બની શકું તેમ નથી, તું બીજાને....” મયણાસુંદરીની મહાનતા :
એ આગળ બોલવા જાય ત્યાં મયણાએ તેના મુખ પર હાથ મૂકી દઈ બોલતો અટકાવ્યો. મયણાએ કહ્યું : “હે સ્વામીનું, આ દેશમાં સુશીલ આર્ય કન્યા જે પુરૂષનો પતિ તરીકે સ્વીકાર કરે, તેને આજીવન પતિ તરીકે માને, તે બીજા કોઈ પતિની કલ્પના કરે નહિ, વળી તમે કહો છો કે : “મને કોઢ રોગ છે.” રોગ તો અશાતા વેદનીય કર્મનું ફળ છે. અશાતા વેદનીય કર્મનો ઉદય હંમેશનો નથી હોતો. અશાતા વેદનીય પછી શાતા વેદનીય કર્મનો ઉદય આવશે ને શરીર સુંદર બની જશે.” અશાતાનો ઉદય આવે તો શાતાનો ઉદય કેમ ન આવે? અશાતા વેદનીય કર્મનો ઉદય સમતાભાવે ભોગવવો જોઈએ. એ ભોગવાઈ જશે એટલે શાતા વેદનીયનો ઉદય આવશે. આપણે બાંધેલાં કર્મો આપણે જ ભોગવવાનાં છે.”
પાપકર્મોનો નાશ ધર્મસાધનાથી કરો. રોવાથી કે રોષથી પાપ નાશ પામતું નથી. જીવ દુઃખી થાય છે, તે પોતાનાં જ પાપકર્મોથી. તમારે દુઃખ જોઈતું નથી, પરંતુ પાપ નથી છોડવું! દુઃખોથી મુક્ત થવા પાપોનો ત્યાગ કરવો જ પડશે. મયણાસુંદરીનું દિવ્ય વ્યક્તિત્વ:
મયણાના વ્યક્તિત્વને સમજવાની જરૂર છે. તેની પાસે જ્ઞાન હતું તો તે દુઃખમાં સમતા રાખી શકી. જ્ઞાન વગર સમતા રાખવી-સમત્વ ભાવ રાખવો શક્ય નથી. મયણાએ ઉંબરરાણાને (શ્રીપાલને) પણ સાચું આશ્વાસન આપ્યું. મયણાને સર્વજ્ઞનાં વચનો પર વિશ્વાસ હતો અને ઉબરરાણાને મયણા પર વિશ્વાસ થયો! સંપૂર્ણ વિશ્વાસ કર્યો શ્રીપાળે! તે તો જંગલમાં ભટક્યો હતો, તેને જ્ઞાન શું હોય? તેને મયણાએ જ્ઞાન આપ્યું. મયણાએ જે પ્રમાણે ધર્મ-આરાધના
For Private And Personal Use Only