________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
કોઈ તમને કહે કે “તમે મને સુખી નથી કર્યો, મારા કર્મથી જ સુખી છું...” તો મનને ઠેસ લાગે ને? ચોટ લાગે ને? બસ મેં કાંઈ જ કર્યું નથી? આવી મારી કદર? આ સંસાર છે જ આવો!” આવી જાયને આવો વૈરાગ્ય? પણ આ અજ્ઞાનમૂલક વૈરાગ્ય છે. “અરે! તે સુખી બન્યો, તેના પુણ્ય કર્મથી; તે તો ફક્ત નિમિત્ત જ બન્યો! તો પછી તું અભિમાન શા માટે કરે છે કે “મેં સુખી કર્યો?” એવી રીતે કોઈ મનુષ્ય તમને કહે તો શું થાય? “એ બરબાદ તેના કર્મથી થયો છે...” એમ સમજીને ગુસ્સે ન થાઓને?
તમે ઘણો વિચાર કરી, સમજીને, સારા ઘરની દીકરી સાથે તમારા પુત્રના લગ્ન કર્યા. દૃષ્ટિ પહોંચી ત્યાં સુધી પહોંચાડીને કાર્ય કર્યું. પરિણામ જુદું આવ્યું. આવે છે ને ખરાબ પરિણામ? શાથી? તે વિચાર કર્યો? કર્મો વાંકા હોય ત્યાં તમારું કાંઈ ન ચાલે. સુખ-દુઃખનું મૂળ કારણ ?
એનો અર્થ એ છે કે આપણાં સુખ-દુખનો આધાર છે આપણાં શુભાશુભ કર્મો. હા, તેમાં બીજા જીવો નિમિત્ત બની શકે, પરંતુ મુખ્ય કારણ તો કર્મો જ હોય છે,
દીકરો Qualified ભણેલો હોય, દીકરી Qualified-ભણેલી હોય- છતાંય સંસાર બરાબર નથી ચાલતો, એવું બને છે ને?
મારા સંસારી અવસ્થાના એક પરિચિત ભાઈ છે. તેઓ સી.એ. (C.A.) છે. તેમનું લગ્ન બી.એસસી. કે એમ.એસસી. ભણેલી છોકરી સાથે થયું. લગ્ન પહેલાં તો તે ભાઈ ખૂબ ખૂબ પ્રશંસા કરે. “બસ, જેવું જોઈએ તેવું મળી ગયું!'
પણ ડુંગર દૂરથી રળિયામણા!” નજીક જઈએ તો પથ્થર, ઝાડ ને ઝાખરાં! આ સિવાય હોય કાંઈ? ભાઈને લગ્ન પછી કડવો અનુભવ થયો. પત્નીએ એક વખત સંભળાવ્યું : “હું Qualified છું, આ ઘરકામ કરનારી નોકરડી નથી... તમે જે કહો તે હાજી હા કરવા હું બંધાયેલી નથી. હું તમારી wife છું...”
તે ધર્મપત્ની કહેતી નથી. હું wife છું. Partner છું! જુઓ! આ જમાનામાં સ્ત્રી-સ્વાતંત્ર્ય છે. હું પણ મારી મરજી મુજબ ખર્ચ કરૂં, ગમે ત્યાં જઈ શકું. તમે નવસો હજાર કમાતા હશો તો હું પણ સર્વિસ કરીને પાંચસો કમાઉં છું....'
ભાઈ તો ફસાયા! એક વર્ષ થયું, મારી પાસે આવ્યા. મોં ઊતરેલું હતું. મેં પૂછ્યું : “શું થયું છે?' તેણે કહ્યું : “તમે કહેતા હતા તે જ થયું.'
For Private And Personal Use Only