________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન માઈલની ઝડપે ચાલે, કોઈ ચાર માઈલની ઝડપે, કોઈ ત્રણ.... બે.... એક માઈલની ઝડપે ચાલે! એક કલાકમાં એક માઈલ ચાલવાની જેમની ઝડપ નથી, તેઓ કલાકના પાંચ માઈલ ચાલનારની સાથે ચાલવા જાય તો એમનું શું થાય?
કલાકના પાંચ માઈલ ચાલનારાઓની ઝડપ જોઈને એમ ન વિચારો કે ‘ભાઈ, આપણામાં તો ચાલવાની શક્તિ જ નથી!' એમ વિચારશો તો નિરાશ થઈને બેસી જશો! ના, બેસો નહીં.... ચાલો! ચાલતા રહો!
એક શ્રીમંત મનુષ્ય ચાલે છે ને એક ગરીબ મનુષ્ય ચાલે છે, બંનેના ચાલવામાં ય ફરક હોય છે. શ્રીમંત સાથે નોકર-ચાકર હશે, ટિફિન હશે, ખાવાપીવાની સગવડ હશે, પણ ગરીબ સાથે? નોકર નહીં કે ખાવાપીવાની સગવડ પણ નહીં! તો શું ગરીબ ચાલશે જ નહીં? મુસાફરી કરશે જ નહીં? ગરીબ મનુષ્ય શ્રીમંત માણસનું અનુકરણ ન કરવું જોઈએ. ધર્મસાધનાના અનેક પ્રકાર :
તે પ્રમાણે મોક્ષમાર્ગ પર ચાલવામાં પણ અનુકરણ ન કરી શકાય. જે સાધના એકને માટે શક્ય હોય, તે સાધના બીજા માટે શક્ય ન પણ હોય. બધા જીવોની બાહ્ય પરિસ્થિતિ અને આંતરિક પરિસ્થિતિ સમાન ન હોઈ શકે, તેથી બધા જીવોની મોક્ષમાર્ગની આરાધના સમાન ન હોઈ શકે,
મહાપુરૂષો જે રીતે મોક્ષમાર્ગ પર ચાલ્યા, તે રીતે કદાચ આપણે ન ચાલી શકીએ, પરંતુ આપણે આપણા દેશ, કાળ, પૌરુષ, અવસ્થા, સંજોગ, પરિસ્થિતિ.... અનુસાર તો ચાલી શકીએ ને?
પ્રશ્ન : ધર્મની આરાધનામાં શું પ્રત્યેક સમયે એક સરખી જ આરાધના કરવાની કે કાળપરિવર્તન સાથે ધર્મઆરાધનામાં અંતર હોય?
ઉત્તર : દૈનિક જીવનમાં કેટલીક ધર્મઆરાધના તો નક્કી જ હોય, જેમ પરમાત્માનું પૂજન, પ્રતિક્રમણ, સામાયિક વગેરે. પરંતુ વિશિષ્ટ કાળમાં વિશિષ્ટ ધર્મઆરાધના કરવાની પણ જ્ઞાની પુરૂષોએ બતાવી છે. કોઈ કાળે વિશેષ તપશ્ચર્યા કરવાનું કહ્યું છે, તો કોઈ કાળે વિશેષ જ્ઞાનોપાસના કરવાનું દર્શાવ્યું છે. કોઈ સમયે વિશિષ્ટ ધ્યાન કરવાનું કહ્યું છે. ધર્મસાધનાનો કાળ સાથે સંબંધ :
ધર્મસાધનાની સાથે કાળનો વિશેષ સંબંધ છે! સવાર, બપોર અને સાંજ (સાયંકાળ), આમ એક દિવસમાં જેમ કાળ -
For Private And Personal Use Only