________________
@ ERS SS સત્સંગ-સંજીવની ) SSC ()
થઇ પડી છે, કે માયાના પ્રપંચમાં રાઓ-માગ્યો રહી તે રૂપ થઈ જાય છે. તે કર્મની નિવૃત્તિ કેમ અને કેવા પ્રકારે થાય? એ કૃપા કરી દયા કરશો.
વિશેષ શું લખું? આપ સર્વજ્ઞ છો, સર્વ જાણી, દેખી રહ્યા છો. આપથી કાંઇ અજાણ્યું નથી. કૃપા કરી આ એક અજાણ, દુઃખિયારો, પામર જીવ જે પ્રકારે બંધનથી છૂટી શકે, તેવા પ્રકારે દયા કરતા રહેશો.
આપનો કોઇપણ પ્રકારે અવિનય, અશાતના, અપરાધ, અભક્તિ, કોઇપણ મન, વચન, કાયા અને આત્માના યોગાધ્યવશાયથી થયો હોય તો વારંવાર નમસ્કાર કરી દીનભાવથી ક્ષમાવું છું. તો ક્ષમા કરશો. હે પ્રભુ ! સેવક સરખું યોગ્ય કામ-સેવા ફરમાવશો. પરમ સત્સંગ કરવાની બહુજ ઇચ્છા રહે છે. દયા કરશો,
લિ. દીન છોરુ અંબાલાલના વિધિપૂર્વક પ્રતિસમય નમસ્કાર સ્વીકારશોજી. (જવાબ વ. ૩૭૬).
પત્ર-૩
ખંભાત |
શ્રાવણ સુદ ૯, સોમ, ૧૯૪૯ પરમ કારૂણ્યમૂર્તિને ત્રિકાળ નમસ્કાર દિવ્ય પ્રજ્ઞાવંત પરમ કારુણ્યમય સત્ પ્રભુજીશ્રી
આપના હસ્તકમળનું કરૂણામય (વ. ૪૫૮) પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો છે. હે દયાળુ નાથ ! આપ પરમ કૃપાએ કરી આ અલ્પજ્ઞ પામર મનુષ્યને વખતોવખત સમયાનુસાર જોઇતો હિતોપદેશ આપો છો. તેને ભવાબ્ધિમાં તણાઇ જતાને આધારભૂત થઇ હમેશાં આશ્રયગત થાઓ છો, તેમ જ સમય માત્ર કે મેષાનુમેષ જેનાથી અજાણપણે નહિ, એવા આપ સર્વજ્ઞ આ બાલકની પ્રવૃત્તિવાળી વૃત્તિને, જાણે પ્રગટરૂપે જાણી લઇને અનુકૂળ પ્રમાણે તેને પરમ કારૂણ્ય બોધ પરમ પરમ કૃપાએ કરી આપવામાં બનતો શ્રમ લ્યો છો.
તો હે દીનાનાથ ! દયા કરી સેવકની એકાંત પ્રવૃત્તિવાળી દશાને અનુસરતો, જોઇએ તેવો હિતોપદેશ આપવા દયા કરશો. આપથી કાંઇ અજાણ્યું નથી. ઘણા જ લાંબા દિવસના સત્સમાગમના વિયોગથી આ અનાદિ અભ્યાસમાં પડેલા પામર જીવો આપ વિના કેમ કરી નિવૃત્તિવાળી દશામાં રહી શકે ? ઇચ્છા તો ઘણીએ નિવૃત્તિવાળા દ્રવ્ય, ક્ષેત્રને પામવાની છે, પણ કેવાય કોઇ કર્મના વિપાક છે, કે તુરત અનાદિ અભ્યાસના પ્રેમમાં જોડાઇ જઇ નિવૃત્તિવાળા ક્ષેત્રાદિકને વિસર્જન કરે છે. હે પ્રભુ ! બહુ જ માઠી દશા વર્તે છે. કૃપા કરી હાલ તો તેના યોગ્ય સર્બોધ આપવા દયા કરશો. અને પરમ સત્મૂર્તિનો સમાગમ કરાવી આપ આ મૂઢ બાળકને સુધારવાની પ્રેરણા કરશો. સેવક યોગ્ય કામ સેવા ફરમાવશો.
લિ. દીન છોરૂ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
પત્ર-૪
ખંભાત
કારતક સુદ ૧૩, બુધ, ૧૯૪૯
ત્રિકાળ નમસ્કાર