________________
OR RERS સત્સંગ-સંજીવની CREAD
નિશાળેથી છૂટીએ ત્યારે ત્યાં કૂતુહલથી જોવા જઈએ તો બે ત્રણ કલાક સુધી એકજ આસને બેઠેલા જોયા છે. અમો બધા છોકરાઓ તેમની નજીક જઈને જોઈ એ કે તેમનો શ્વાસ ચાલે છે કે નહીં ? એમ રમતમાં અમે જતા અને જોતા. ત્યાંથી ગાડાવાળા કોઈ નીકળે તે અમને હાંકી કાઢતા કે છોકરાઓ જાવ જતા રહો, એતો આતમધ્યાની છે એમને કાંઈ ન થાય. ત્યારથી અમો આતમધ્યાની તરીકે તેમને ઓળખતા હતા.
વવાણીયાના રહીશ નકુભાઈ દોશી
હું દસ વરસની ઉમ્મરનો હતો, શેરીમાંથી સાંજે કૃપાળુદેવ ફરવા નીકળતા તેમની સાથે ગુજરાતના ઘણા મુમુક્ષુઓ હોય અને પોપટ મનજી પણ પાણીનો મોટો લોટો તેના હાથમાં હોય અને આગળ જતા જોયા છે. કપાળુદેવે સાલ ઓઢેલી હોય એ રીતે જતા જોયા છે. ચાલ બહુ ધીમી અને શાંત હતી. તેમની પાછળ પાછળ અમો ત્યાં જતા, ત્યાં તળાવની પાળે ચડીને જોઈએ તો તેઓ છેક દરીયા તરફ જતા હોય અને ત્યાં સત્સંગ વાર્તા થતી અને મોડી રાતે પાછા ફરતા. વળી એમના ઘરની બેઠકમાં વાંચતા હોય ને પાના ફેરવતા હોય ત્યારે દેખાય કે જાણે ટ્રેનગાડી ચાલી તેવી રીતે ઝડપથી પાના ફેરવતા હોય અને કોઈની સાથે બોલે કે વાતચિત કરે ત્યારે જાણે મુખમાંથી ફૂલ ઝરતા હોય તેવી વાણી માઠી લાગે અને મોઢે તો જાણે સરસ્વતી વસી હોય એમ ખુલાસા કરે. હું ઘણાના પરિચયમાં આવ્યો છું પણ એના જેવો દયાળુ કોઈ જોવામાં આવ્યો નથી.
પૂજ્ય જવલબા જણાવતા હતા કે હું નાની હતી ત્યારે ફળિયામાં રમતી હતી ત્યાં ફળિયામાં ખાટલો ઢાળેલો. તે કાથીના ખાટલા પર તાંબાકુંડીમાં પાણી લઈ સ્નાન કરતા મેં કપાળુદેવને જોયા છે ત્યારે વાંસામાં ઝગારા મારતો હોય જાણે હીરાનો લેપ કર્યો હોય એવો ચમક ચમક થતો વાંસો જોઈ હું તો આશ્ચર્ય પામીને સ્તબ્ધ થઈ ગઈ. આ મને આજ જેવું બરાબર યાદ છે. એક વખત ઓસરીમાં આંટા મારતા જોયા છે, બન્ને હાથ પાછળ રાખી ફરતા જાય ને ગાથાઓ બોલતા જાય, “ધાર તરવારની સોહલી દોહલી ચૌદમા જિનતણી ચરણસેવા’ આ રૂપેરી ઘંટડી જેવો મધુર અવાજ હજી આજે પણ સાંભરે છે.
હરકોરબેન અમદાવાદવાળા ફતાશાની પોળવાળા જણાવે છે કે મારી ઉમ્મર વીશ બાવીશ વરસની હતી. અમો પોળમાંથી દસબાર બહેનો કાળા સાડલા પહેરી શામળાની પોળમાં કોઈ ગુજરી ગયું હતું ત્યાં બેસરાણ (સાદડી)માં જતા હતા ત્યાં વચ્ચે ઘાંચીની પોળ સામે મેડા ઉપરથી શ્રીમદ્જી ઉતરવાના હતા. લોકો કહેતા હતા કે આ ઘોડાગાડીમાં હમણા પચ્ચીશમાં તીર્થકર અહીંથી જવાના છે એટલે અમને કુતુહલ થયું કે પચ્ચીશમા કેવા હશે તે આપણે જોઈને જઈએ એટલે અમો એક બાજુ ઊભા રહ્યા ત્યાં બે જ મિનિટમાં તેઓશ્રી મેડા ઉપરથી ઉતર્યા ને રોડ ઉપર ઊભા રહી ગાડીમાં બેસવા જતા હતા તે વખતે અમો બધી બહેનો ઉપર દ્રષ્ટિ કરી કરૂણાથી જોયું અને મારી ઉપર જે દ્રષ્ટિ પડી તે તો મને હજુ સુધી ૮૪ વરસની હાલ મારી ઉમ્મર છે તો પણ સાંભરે છે તે કરૂણા દ્રષ્ટિ નજરમાંથી ખસતી નથી, ત્યારથી મને નિર્ભયતા વર્તે છે.
ડૉકટર કાપડીયા સાહેબ પૂજ્ય વણારસીબાપાને મળેલા તે વાત કરતા હતા કે અમે ચાર ગામના લીંબડી વઢવાણ કેમ્પ રાણપુર વિગેરે ગામના મહાજન મળીને સાયલા ગયેલા. ત્યાં પૂજ્ય સૌભાગ્યભાઈએ અમને આવકાર આપ્યો. અમો શાસ્ત્રમાંથી ૨૧ પ્રશ્નો કાઢીને શ્રીમદ્જીને પૂછવા ગયેલા, અમોને અભિમાન કે આટલી
૧૭૧