________________
સત્સંગ-સંજીવની
તે માટે તેવું સાધન નહીં હોવાથી ખેદ જણાવ્યો જેથી ગૃહસ્થાશ્રમમાં નિવૃત્તિપણે રહી આત્મ-સાધન થવા યોગ્ય કોઈ રસ્તો છે ? અને હોય તો શું ? એમ પૂછાવ્યું તે સર્વ હ્રદયગત થયું. “સદૈવ સત્પુરૂષના ચરણ સમીપમાં નિવાસ’’ એ જેવું મહત્ ઉત્તમકાર્ય બીજું એકેક નથી, તેવો યોગ ન હોય તો આ જીવે સર્વસંગ પરિત્યાગ થવા રૂપ દશા એ બીજું સાધન છે. તે બંને ન થાય તો સર્વસંગ પરિત્યાગરૂપ દશાનો લક્ષ રાખી ઉદયવસાત્ ગૃહસ્થાશ્રમ સૃજિત હોય ત્યાં સુધી અબંધ ભાવે ભોગવતાં તેથી છૂટી જવું. ઈચ્છા તો એજ હોવી જોઈએ કે જેમ એક ગામથી બીજે ગામ રહેવા જનાર માણસ જલ્દીથી નિવૃત્તવાના કાર્યમાં હોય તેવી રીતે ગૃહસ્થાશ્રમ સંબંધીના કાર્યોમાં છૂટવા યોગ્ય કાર્યને ભજવા જોઈએ. જેને પરમ પુરૂષો શાંતિ કહે છે. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું તે. ગમેતો દેશવિરતી સ્થિતિએ અથવા તો સર્વસંગ પરિત્યાગરૂપ સ્થિતીએ. દેશવિરતીએ રહ્યા છતાં પણ લક્ષ તો સર્વસંગ પરિત્યાગનો રહેવો જોઈએ.
ઉપર જણાવ્યા પ્રમાણે શાંતિ બધા વિભાવ પરિણામથી થાક્યા વિના જીવનું કલ્યાણ થવું સંભવતું નથી. એટલા માટે પ્રતિદિન વૈરાગ્યનો જપ, ઉપશમ ભાવની વૃદ્ધિ અને ત્યાગને વિષે યોગબળ ભાવ્યા જ કરવું. જે વૈરાગ્ય એટલે પદાર્થના સ્વરૂપનું ચિંતવન થવારૂપ, તે પદાર્થનું યથાર્થ સ્વરૂપ ભાસવાથી તે પ્રત્યેનું અમહાત્મ્યપણું અને પછી તે પ્રત્યે જતી આત્માની વૃત્તિને રોકવારૂપ વૃત્તિનો ઉપશમભાવ.
એવી રીતે પ્રત્યેક આત્માથી અન્ય પરમાણુ-પુદ્ગલ ભાવના સ્વરૂપનું યથાર્થ સ્વરૂપ વિચારવારૂપ વૈરાગ્ય અને તેથી વૃત્તિનો પરાજય કરવારૂપ ઉપશમતાનું જેમ બને તેમ વર્ધમાનપણું ક૨વાથી આત્મવિચારરૂપ સાધન સુલભ થવારૂપ છે. દેહની જેટલી ચિતાં રહે તેથી અનંતગણી ચિંતા આત્માની રાખવાના જે વચન જ્ઞાનીપુરૂષોએ ઉપદેશ્યા છે તે યથાતથ્ય છે. દેહ છૂટી જવાની ચિંતા રાખ્યા કરતાં અથવા દેહથી કોઈ કાર્ય થયું નહીં અથવા પ્રતિકૂળ દેહથી કાંઈ કાર્ય થશે નહીં એવી ચિંતવના કરતાં તેજ દેહથી ચિંતવન આત્મવિચારરૂપ કાર્યમાં દોરાય, અર્થાત્ આત્મા વિભાવ દશામાં પ્રવર્તે છે, તેથી વિરામ પામી સ્વભાવ પરિણામરૂપ આત્મદશા ત્વરાએ થાય, અને તેમ થવામાં દેહ અનુકૂલ હો કે પ્રતિકુલ તો પણ તેમ કરવું એજ જેની ખાસ ઈચ્છા હોય છે તે તેમ કરી શકે છે. અને કરવા યોગ્ય કાર્ય પણ તેજ છે.
નિરંતર આત્મવિચારરૂપ ઊર્મિઓ લખતા રહેશો. વૈરાગ્ય-ઉપશમ અને આત્મવિચારનું બળ જેમ વર્ધમાન થાય તેમ કરવા પ્રવર્તવું એ જ હિતસ્વી છે. પ્યારા ભાઈ ! આપ મારા સમાગમમાં રહેવા ઈચ્છો છો તેથી વિશેષ મારી વૃત્તિ પણ આપના સમાગમમાં રહેવાની રહે છે પણ કાળ દુષમ પ્રવર્તે છે. ઉદય-યોગનું પણ પ્રબળપણું છે. જેથી હાલ તો બંનેની ઈચ્છા સફળ થાય એ જ ઈચ્છવું શ્રેયસ્કર છે. તો પણ મારા જેવા પામરનો સંગ આપને શું ફળદાયક થશે ? કોઈ સત્પુરૂષને ઈચ્છો કે જેથી સર્વે સાધન સુલભ થાય. મારી તેવી યોગ્યતા નથી. હું પણ તે જ ઈચ્છાનો કામી છું. કામસેવા ઈચ્છું છું.
એ જ લિ. અલ્પજ્ઞ સેવક અંબાલાલના સવિનય નમસ્કાર,
પત્ર-૩૭
P
506
સં. ૧૯૬૧ના કારતક સુદ
પૂજ્ય ભાઈશ્રી મનસુખભાઈ વિ. કીરતચંદ
આપનો એક પત્ર મળ્યો. રીપોર્ટ ત્રણ મલ્યા છે. પેપરોમાં આર્ટીકલો આપવાની જરૂર છે. પણ તેનો તરજુમો આપ પાસે કરાવી મંગાવ્યો હતો. કારણ કે વખતે સુધારો કરવા જણાવાય. તેટલા માટે તરજુમો કરી
૨૨૧