________________
GRESS સત્સંગ-સંજીવની (SREER (9
દિવ્ય શક્તિ જેને પ્રાપ્ત થઇ હોય તે દેવતા કહેવાય. દિવ્ય શક્તિ એટલે સમ્યક દર્શન અને તે દિવ્ય શક્તિ સત્પુરૂષ ભગવાન પ્રત્યે પ્રતીતિ અને આજ્ઞા પ્રમાણે વર્તવાથી મુમુક્ષુને પ્રાપ્ત થાય. જેને તે લાભ લીધેલો હોય એવા જે ભાઇ બેનો તે દેવતા દેવીયું કહેવાય. તે ભગવાનના સમવસરણમાં આવતા સર્વે મુમુક્ષુ ભાઈ બેનોની એકજવૃત્તિ ભગવાનની મુખ મુદ્રા સામે રહેતી અને ભગવાન આજ્ઞા કરે તે પરમ પ્રેમે ઉપાસવા સર્વેની વૃત્તિ રહેતી અને તેમ રાહ જોતા અને તે વખતે ભગવાનનું યોગબળ કલ્યાણ કરતું.
ઇંદુભિ એટલે જયજય શબ્દ મુમુક્ષુ જીવ ઉચ્ચરે, આપ કહો છો તે સત્ છે, તહત્ત-તહત્ત તેમ ધારણા આપનાં વચનની મુમુક્ષુ જીવ કરતાં.
| દિવ્યધ્વનિ - એટલે દિવ્યવાણી – ગેબી વાણી. ભગવાનની, એટલે જેની વાણીમાં પરમાર્થ ગુહ્ય ભરેલો હોય તે જેમ જેમ મુમુક્ષુ જીવ વિચારે તેમ તેમ અધિક અધિક સમજાતી જાય. અનંત ભાવથી ભરેલી ભગવાનની વાણી. તે પાંત્રીશ પ્રકારની વાણી કહી છે. તો તે વાણીમાં સર્વે આવી જાય. ચોત્રીશ અતિશય ભગવાનનાં કહ્યાં છે, તે સર્વે ગુણો હે ભગવાન આપને પ્રાપ્ત હતાં.
હે પ્રભુ, આપ યુગપ્રધાન હતા. યુગપ્રધાન આદિ પરણીને જતાં તે વખતે રસ્તામાં કેસરનો વરસાદ (છાંટણાં) થતો. ને તેમ આપ ભગવાનને થયેલું તે પત્રમાં મને પૂ.શ્રી ચત્રભુજભાઇએ લખી જણાવેલ હતું કે પ.ક. દેવના લગ્ન થયાં બાદ મોરબીથી સીગરામમાં બેસી વવાણિયો જવા શ્રી સાહેબજી રવાના થયા. હું (ચત્રભુજ) સાથે હતો. મોરબીથી વિદાય થયા કે તરત જ કેસરના છાંટણા સીગરામ પર પડ્યા તે વખતે સાહેબજીએ મને (ચત્રભુજને) ઉદ્દેશી, મારી સામું જોઈ કહ્યું – ‘મહેતા આ કેસરના છાંટણા પડ્યા છે તે અમે યુગપ્રધાન છીએ તેની આ નિશાની છે.” વળી શ્રી આનંદઘનજી કૃત - “સેવક કીમ અવગણીએ હો મલ્લિજિન એ અબ શોભા સારી”, એ સ્તવન વારંવાર કહેવરાવતા. તે વખતે ૧૮ દોષ ક્ષય થયેલા હતા. તે વખતે આત્મા આપ તપાસતા હતા અને આત્માને તે દશા પ્રાપ્ત થયેલ હતી. એટલે હે ભગવાન આપ શ્રી અરિહંત ભગવાન છો. સં. ૧૯૫૬ ના ભાદરવા માસમાં શ્રી વઢવાણ ઊભી મુદ્રાનો ચિત્રપટ પડાવ્યો તે વખતે શ્રી પાર્શ્વનાથજી ભગવાન જેવી અદ્ભુત દશા હતી. શ્રી પાર્શ્વનાથજી ભગવાન જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહી બિરાજેલ તે વખતે કમઠ દેવતાએ ઉપસર્ગ કર્યો અને ધરણંદ્ર પધારી રક્ષણ કરેલ - ભક્તિ કરેલ. શ્રી પાર્શ્વનાથજી ભ.ને કમઠ પ્રત્યે દ્વેષ | નહીં અને ધરણેન્દ્ર ઉપર રાગ નહીં. અપૂર્વ વીતરાગતા અને અદ્ભુત દશા તે વખતે તેમની હતી. તે જ દશા છે પ્રભુ, આપ ભગવાનને તે વખતે પ્રાપ્ત હતી. અને તે આપે અનંતી કરૂણા કરી બીજે દિવસે જણાવ્યું હતું. અને તે વખતે શરીર મંદવાડને લીધે અતિ જીર્ણ થયેલું. તે સં. ૧૯૫૬ ની સાલમાં ફોટોગ્રાફ મી. વીલ સાહેબના પ્રેસના કંમ્પાઉન્ડમાં પડાવેલ હતો. અને ત્યાંથી ચાલીને પધારેલ તે ફક્ત મનોબળથી ચાલેલ તેમ અનંતી કરૂણા કરી શ્રીમુખે જણાવ્યું હતું. કે - “આજે અમે ચાલ્યા છીએ તે ફક્ત મનોબળથી”.
સં. ૧૯૫૬ની સાલના ફોટોગ્રાફ ઉપરથી મુખમુદ્રા જોતાં તે ભગવાનની દશા જોવામાં આવશે. શ્રી ઇડરમુકામે આપ ભગવાને મુનિઓને સિદ્ધદશાનું પ્રગટ દર્શન કરાવ્યું હતું. હે મુનિઓ ! આ આત્મા, આત્મા, આત્મા, આ સિદ્ધ અને આ સિદ્ધ શીલા !
સાક્ષાત્ સરસ્વતી પુસ્તક શ્રી વનેચંદ દફતરીએ છપાવેલ તે વખતે સાક્ષાત એટલે પ્રત્યક્ષ અને સરસ્વતી એટલે શ્રી વીતરાગની વાણી, તે પુસ્તક લખાયેલ તે વખતે આપને વીતરાગ દશા પ્રાપ્ત હતી.
સં. ૧૯૫૬,વઢવાણમાં ભગવાનને સંગ્રહણીનું દરદ આશરે માસ દસ અગાઉ પ્રાપ્ત થયેલ તે વખતે ચરણ સેવામાં ઘણો વખત તેમની કિરપાથી રહેવાનું થયેલું તે વખતે હંમેશા દિવસમાં ત્રણથી ૧૦-૧૨ સુધી ઝાડા થયેલા
- ૩૦૧